________________
નિર્જરાભાવગ્ના.
૪૮૯
જરા પણ થતી નથી. દુનિયાદારીને સહજ લાભ મળે તેની કાંઈ ગણતરી નથી કારણ કે એ અલ્પકાળને છે.
આ આખી નિર્જરા ભાવનામાં કર્મને બરાબર ઓળખવાનાં છે. એની ચીકાશ અને એની ફળાવામિને સમય થાય ત્યારે થતી એની પરાધીન દશા વિચારવામાં આવે તો કઈ રીતે એને નિકાલ લાવવાનું મન જરૂર થાય તેમ છે. ઘણાખરા પ્રાણીઓ ચાલે તેમ ચલાવ્યા કરે છે અને કર્મો ઉદયમાં આવે ત્યારે મુંઝાય છે, રડવા બેસે છે અથવા દુર્ગાન કરે છે, પણ એમ કરવાથી કાંઈ કર્મ ઓછાં થતાં નથી, ઊલટાં એ રીતે તો કર્મ વધે છે. સમતાથી કમ ભેગવાય નહિ તે સરવાળે ભાર વધતો જ જાય છે, કેમકે નવાં વધારે બંધાય છે. ત્યારે એમાં સરવાળે રળવાનું કાંઈ રહેતું નથી.
એકંદરે વિચાર કરતાં “ ત્યાગ” વગર બીજે માર્ગ રહેતો નથી, સૂઝે તેમ નથી અને તે સિવાય પત્તો ખાય તેમ નથી.
ત્યાગની શરૂઆત “દાન” ધર્મથી થાય છે. ત્યાગ અને દાન પર્યાયવાચી શબ્દ છે. સાંસારિક પ્રાણુએ ત્યાગ કેળવવા માટે દાનથી શરૂઆત કરવી. એ રીતે એને ધનસંપત્તિ પર વિરાગ થાય અને પછી વિરતિભાવ આદરે. સર્વત્યાગ બને તે જરૂર કરે, ન બને તે તેની ભાવના રાખે અને દરમ્યાન ઉત્તમ વ્યવહાર, સત્ય પાલન, અણહક્કનું ધન નહિ લેવાને નિશ્ચય, ઉદાર આશય, નિર્દભ વૃત્તિ, સરળતા, શાંતિ, નમ્રતા, દયાળુતા, ધીરજ, ક્ષમા, દાય, કામવાસના ઉપર સંયમ, સ્વદારાતષ, વ્યાપારમાં પ્રમાણિક્તા, માનત્યાગ, ધન* સંગ્રહની મર્યાદા, નિરર્થક કથાઓને ત્યાગ, સમભાવની ભાવના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org