________________
સંશ્વર-ભાવના.
૪૨૧
આશ્રવ ભાવનાને વિચાર કરતાં આપણે અવિરતિ–ત્યાગભાવના અભાવથી થતા આશ્રવ જોયા હતા. પ્રત્યાખ્યાનપચ્ચખાણની આવશ્યકતા કેટલી છે તે પર અગાઉ વિવેચન થઈ ગયું છે. અવિરતિનો ઉપાય સંયમ છે, ઘસારા વગર ચળકાટ કદી આવતો નથી અને સંયમ કર્યા વગર અવિરતિભાવને ત્યાગ થતો નથી. સમજણપૂર્વક ત્યાગ કરવામાં આવે અને એ ત્યાગને ગમે તેટલી અગવડે પણ વળગી રહેવામાં આવે ત્યારે અવિરતિનું દ્વાર બંધ થાય છે. આ સંયમને આપણે ઓળખીએ.
સંયમ એટલે નિયમન–અકુંશ. એના ૧૭ પ્રકાર છે. ૫. સ્પર્શ, રસ, વ્રણ, ચક્ષુ, શ્રોત્ર–એ પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ.
પ. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ-એ પાંચ અવ્રતનો ત્યાગ.
૪. ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કક્ષાનો વિજય. ૩. મન, વચન, કાયાના રોગોનું નિયમન. એ સત્તર પ્રકાર
અથવા– પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, વનસ્પતિએ પાંચ કાય સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયવાળા જીવના સંબંધમાં સંયમબે મળીને નવ પ્રકાર અને પ્રેક્ષ્યસંયમ (દશ્ય પદાર્થો વિષે સંયમ), ઉપેક્ષ્યસંયમ (ઉપેક્ષા કરવા ચગ્ય બાબતોમાં સંયમ), અપહત્યસંયમ (લેવા-મૂકવામાં સંયમ), પ્રમૂજ્યસંયમ (વસ્તુને પ્રમાર્જવાની બાબતમાં સંયમ), કાયસંયમ, વાસંયમ, મનઃસંયમ અને ઉપકરણસંયમ (વસ્તુ પરિગ્રહના સંબંધમાં નિયમન) એ આઠ મળીને સત્તર પ્રકાર. સંયમમાં વિચાર, વાણી અને ક્રિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org