Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 463
________________ ४३४ શ્રી શાંતસુધારસ રૂપને ખ્યાલ અશુચિ ભાવનામાં તને આવે છે, પણ હવે એને બરાબર લાભ લે. - તારા મનને બરાબર એકાગ્ર કરી એની અત્યંત શુદ્ધિપૂર્વક તું સંયમયોગમાં પ્રવૃત્તિ કર. એક સ્થળે કહ્યું છે કે સંયમોમાં નિરંતરું રચાકૃતઃ વા: આત્માને સંયમયેગમાં આખો વખત ઉદ્યમી રાખો. વૈરાગ્યની વાત કરે છે તે આળસુના મનોરથ નથી કે વૈરાગ પામી બેસી રહેવાનું નથી. આ વખત આંતરા વગર સંયમયેગમાં આત્માને પરાવાયલે રાખવાનો છે અને તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. - અહીં પ્રસંગોપાત એક વાત કરવા જેવી છે. સાધુધર્મમાં આખો વખત એટલી ક્રિયા કરવાની હોય છે કે સવારના ચાર વાગ્યેથી શરૂ કરીને એને આવશ્યક, પડિલેહણ, ચૈત્યવંદન, દેવવંદનાદિ કરવાનાં હોય છે. એ ઉપરાંત ગોચરી વિગેરેમાં ખુબ ઉપયોગ રાખવો પડે છે. એ સર્વમાં સાધ્ય સંયમનું છે પણ એને જરા પણ આળસમાં પડવા દેવાની વાત નથી. આ પ્રાણુંને મોટો સવાલ જ સવારની સાંજ પાડવાનો છે. એ નવરો પડે તે અનેક તોફાન કરે. કલેશે પણ નવરા માણસે જ કરે છે. ઉદ્યોગી શહેરમાં કુટુંબ-કલહ આ જ કારણે ઓછા દેખાય છે. મતલબ એ છે કે આ શરીરને જે ખરો લાભ લેવો હોય તો તેની દ્વારા સંયમયેગની સિદ્ધિ કરવાની જરૂર છે. આવી રીતે શરીરને જે ખરેખર લાભ લેવાય તો આવતાં અનેક કર્મો અટકી જાય છે. આ સંવરને કાયગુપ્તિ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે કે એમાં સંયમયેગની પ્રવૃત્તિને નિષેધ નથી, પણ સાંસારિક પ્રવૃત્તિઓ –સંસાર વધારનારી પ્રવૃત્તિઓ ઉપર જ અંકુશ મૂકવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526