________________
४३४
શ્રી શાંતસુધારસ રૂપને ખ્યાલ અશુચિ ભાવનામાં તને આવે છે, પણ હવે એને બરાબર લાભ લે. - તારા મનને બરાબર એકાગ્ર કરી એની અત્યંત શુદ્ધિપૂર્વક તું સંયમયોગમાં પ્રવૃત્તિ કર. એક સ્થળે કહ્યું છે કે સંયમોમાં નિરંતરું રચાકૃતઃ વા: આત્માને સંયમયેગમાં આખો વખત ઉદ્યમી રાખો. વૈરાગ્યની વાત કરે છે તે આળસુના મનોરથ નથી કે વૈરાગ પામી બેસી રહેવાનું નથી. આ વખત આંતરા વગર સંયમયેગમાં આત્માને પરાવાયલે રાખવાનો છે અને તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. - અહીં પ્રસંગોપાત એક વાત કરવા જેવી છે. સાધુધર્મમાં આખો વખત એટલી ક્રિયા કરવાની હોય છે કે સવારના ચાર વાગ્યેથી શરૂ કરીને એને આવશ્યક, પડિલેહણ, ચૈત્યવંદન, દેવવંદનાદિ કરવાનાં હોય છે. એ ઉપરાંત ગોચરી વિગેરેમાં ખુબ ઉપયોગ રાખવો પડે છે. એ સર્વમાં સાધ્ય સંયમનું છે પણ એને જરા પણ આળસમાં પડવા દેવાની વાત નથી. આ પ્રાણુંને મોટો સવાલ જ સવારની સાંજ પાડવાનો છે. એ નવરો પડે તે અનેક તોફાન કરે. કલેશે પણ નવરા માણસે જ કરે છે. ઉદ્યોગી શહેરમાં કુટુંબ-કલહ આ જ કારણે ઓછા દેખાય છે. મતલબ એ છે કે આ શરીરને જે ખરો લાભ લેવો હોય તો તેની દ્વારા સંયમયેગની સિદ્ધિ કરવાની જરૂર છે. આવી રીતે શરીરને જે ખરેખર લાભ લેવાય તો આવતાં અનેક કર્મો અટકી જાય છે. આ સંવરને કાયગુપ્તિ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે કે એમાં સંયમયેગની પ્રવૃત્તિને નિષેધ નથી, પણ સાંસારિક પ્રવૃત્તિઓ –સંસાર વધારનારી પ્રવૃત્તિઓ ઉપર જ અંકુશ મૂકવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org