________________
સંવર-ભાવના.
૪૩૩
એક ચિંતા પૂરી થશે ત્યાં અનેક નવી ઊભી થશે. તેમ જ હિંસા, અમૃત, ચેરી, પરસ્ત્રી અને ધનસંરક્ષણ નિમિત્ત દુર્ગાને તને થયા જ કરે છે. આ સ્થાનને તું ન કર. એને અટકાવવાને ઉપાય ઉપર પરિચય ગાથા માં બતાવ્યા છે.
તારી માનસિક શેરી છે, પિળ છે, તેના દરવાજા ઉઘાડા પડ્યા છે તેનો તું ખ્યાલ કર. સમજુ તત્ત્વજ્ઞાની પિતાની માનસપળ ઉઘાડી મૂકે નહિ, એ તો એના દરવાજા બંધ કરે અને પાછો તપાસી પણ આવે કે દરવાજા બરાબર બંધ થયા છે કે નહિ. ઉઘાડા દરવાજામાં તો ચોર તરત પિસી જાય, માટે સમજુનું કામ એ જ છે કે એણે માનસ–વીથીના દરવાજા બંધ કરવા. આશ્રવ ચેર છે, ઉઘાડા દરવાજા જોઈ જરૂર અંદર ઘુસી જાય તેવા છે અને તેને ભારે બનાવે તેવા છે, માટે આ દરવાજાઓ બંધ કરી તારા અંદરના ઘરબાર અને વૈભવને બરાબર જાળવી રાખ. તું સમજુ હાઈશ તે આશ્રવના માર્ગે જરૂર બંધ કરીશ.
આ આખો મને ગુપ્તિનો વિષય છે. એમાં નકામા સંકલ્પોને ત્યાગ ખાસ સૂચવ્યું છે, તે બહુ જ વિચારવા ચોગ્ય છે.
પ. હવે તારી કાયાને અત્યારે તું શું ઉપયોગ કરે છે તે વિચાર. આ શરીર મજુરી કરવા કે નામ લખવા કે વેપારનોકરી કરવા માટે ન જ હોય છે તે સમજી શકાય તેવી વાત છે. સમજેલી વાતને તું અમલ કરતો હા કે ન હો તે વાત બાજુ પર રાખ, પણ તારે જે એ શરીરને સફળ કરવું હોય તો એને છૂટું મૂકવાની વાત છેડી દે. એ શરીર કેવું છે તે તે તેં અનિત્ય ભાવનામાં જોયું છે અને એના સ્વ
२८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org