________________
૪૩૨
શ્રી.શાંતસુધા સ
સૃષ્ટિમાં ઉપર ઉપરના દેખાવને સ્થાન જ નથી એ ધ્યાનમાં રાખજે. અંત:કરણપૂર્વક ઉપશમભાવને ધારણ કર. ઉપશમમાં ક્રોધની ખાસ અને એકદરે સર્વ કષાયેાની શાંતિ થાય છે.
વળી હૃદયમાં વિનય લાવી લાવીને વિરાગને ધારણ કર. સાંસારિક સંબંધ પરથી રાગ જાય એટલે ઘણી ગુંચવણના અંત આવી જાય છે. એ વિરાગને પરિણામે વિષયામાંથી આસક્તિ ઓછી થઇ જાય છે અને છેવટે તદૃન જાય છે. વિરાગ એટલે વરાગ્ય છે. એ થતાં સંસારમાં ખેંચી રાખનાર મહા આકર્ષક વિભાવનું જોર નષ્ટપ્રાય થઈ જાય છે.
આ ગાથામાં જે ઉપશમ અને વિરાગ બતાવ્યા છે તે સમ્યકત્વનાં લિંગે પૈકી બે છે. ( શમ, સ ંવેગ, નિવેદ, આસ્તિકય અને અનુકંપા એ પાંચ લિંગ છે) અને સમ્યગ્દર્શનની પીછાન કરાવનાર છે. વિરાગને માટે ‘ નિવેદ' શબ્દ એ સભ્યહ્ત્વના લિંગનાં નામેામાં યાજવામાં આવ્યા છે. આ વિરાગ અથવા નિવેદ્ય ખરેખર પરમ ઉત્કર્ષ ભાવને ધારણ કરનાર છે, કારણ કે એ આત્મવિકાસને સારી રીતે વધારી દે છે. કર્મોને આવવાનાં દ્વારા એ બન્ને સારી રીતે બંધ કરી દે છે.
૪. તુ આખા વખત કેટલી કલ્પનાએ કર્યા કરે છે. તારે ખાવાની ચિંતા, પહેરવાની ચિંતા, ભરપાષણની ચિંતા, નાકરીની ચિંતા, પૈસા થઇ ગયા હાય તેા જાળવવાની ચિંતા, ન મળ્યા હોય તેા ગરીબ રહી ગયાની ચિંતા, રાગોની ચિંતા-એમ અનેક ચિંતાઓ-કલ્પનાજાળા તારે માટે ઊભાં છે. તારી જાતને તપાસી જા. તને એક સ્થાનકે નિરાંતે બેસવાનુ મળશે નહિ. ચારે તરફ ધમાલ, તાફાન, ગડબડ અને ગુંચવણ જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org