________________
સંવર-ભાવના.
૪૩૧ અહીં “રમત માત્રમાં ”(સહેલાઈથી ) વિજય મેળવવાની વાત કરી છે તે કાંઈ તમારી નજર ચૂકાવવા નથી કરી. જ્યારે આ ચેતન એના ખરા સ્વરૂપે ઊઠી જેર કરે છે ત્યારે એને કષા પર વિજય કર એ રમત માત્ર છે. એ તો જ્યાં સુધી અટકી બેઠો છે ત્યાંસુધી જ બાપડ-બિચારો–પરવશ લાગે છે, બાકી એના અનંત વીર્ય પાસે કષાયે કાંઈ ગણતરીમાં નથી.
ચેતન ! આ સર્વ સાચા ઉપાયોને સાંભળ અને અકષાયી થઈ તારા સંયમગુણને કેળવ. એ છઠ્ઠો સંયમ નામને યતિધર્મ છે, બીજી રીતે એ આખા સંવરના ક્ષેત્રને રેકી શકે છે અને ચેતનને વિકાસ ખૂબ કરી શકે છે. આ શિવસાધન સાંભળ-સમજ.
૩. એ કષાયો પૈકી એકની વાત તને કરીએ અને તેના ઉપાયને બતાવીએ. બીજાઓનું સ્વરૂપ તું પછી વિચારી લેજે.
ફોધરૂપ અગ્નિને બૂઝાવવા માટે વરસાદ લાવવો પડે તેમ છે. વનમાં મેટે દાહ લાગ્યો હોય તે તે વરસાદથી જ અટકે, તેથી ક્રોધરૂપ અગ્નિને બૂઝાવવા માટે તું ઉપશમ રસને વરસાદ વરસાવ. આખા શાસ્ત્રનો સાર આ એક શબ્દમાં આવી જાય છે. ઉપાધ્યાયજી કોધના સ્વાધ્યાયમાં કહે છે કે “ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે” ઉપશમ એટલે શાંતિ-ક્ષમા. એ વીરનું ભૂષણ છે. મનમાંથી કોધ દૂર કરવો અને ગમે તેવા આકરા પ્રસંગમાં પણ સ્થિરતા રાખવી એ તો ભારે વાત છે. સમતા વગરની કિયા સર્વ નિરર્થક છે એ વાત અનેક વાર આપણે જોઈ છે.
આ ઉપશમ ભાવ લાવવાનું છે તે દેખાવ માત્ર નહિ પણ “મનસા” હૃદયપૂર્વક લાવવાનો છે. આ આંતરરાજ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org