________________
શ્રી શાંતસુધારસ
૨. પાંચે ઇંદ્રિયના વિષયાને તુ દૂર કર. તને અનેક વખત જણાવ્યું છે કે વિષયે બહુ આકરા છે અને મેાહરાજાના મેટા પુત્ર રાગના મંત્રી વિષયાભિલાષના એ પાંચ પુત્રા છે. એ જ્યાં સુધી હાય છે ત્યાંસુધી એક પણ વાતની એકાગ્રતા તારામાં થવા દેશે નહિ. એ તા જેમ બને તેમ જલ્દીથી તદ્ન દૂર કરવા યેાગ્ય છે. એ વિસાવદશા છે, તારા પેાતાના સ્વભાવથી તદ્ન વિરૂદ્ધ છે અને તને સંસારમાં રખડાવનાર છે. એને તજવા માટે તૈયાર થઈ જા.
૪૩૦
પછી ક્રોધ, માન, માયા, લેાભરૂપ ચાર તારા મેાટા દુશ્મના છે તેના પર વિજય મેળવ. તારે જો સંયમ રાખતા શીખવું હાય તેા આ કષાયા પર વિજય મેળવવાની પ્રથમ જરૂર છે. વાતવાતમાં તું લાલપીળા થઇ જા કે તારી નાની વાતેાને મોટાં રૂપા આપી દે કે માયાકપટ કર કે મૂર્છા કર એમાં તને તારી જાત પર જરા પણ સંયમ લાગે છે ? તારા અતરંગના એ આકરા દુશ્મન છે, રાગ દ્વેષના મૂળ છે અને તને સંસારમાં રખડાવનાર છે.
એ કષાયેા બહુ ગુપ્તપણે કામ કરે છે. ઘણીવાર સૂક્ષ્મ રૂપમાં હાય છે ત્યારે શાધ્યા પણ જડતા નથી અને તેના સબંધમાં ઘણીવાર આપણે આપણી જાતને છેતરીએ છીએ. એ કષાયે પર વિજય મેળવવાની મુશ્કેલી તેા છે, પણ મુશ્કેલી વગર શાશ્ર્વત સુખ કાંઈ અજારમાં પડ્યું નથી. સંભાળી–સભાળીને એ શત્રુઓને શેાધવા પડશે અને વીણીવીણીને તે પર વિજય મેળવવા પડશે. અકષાયી થઈ સયમગુણને ખરાખર કેળવ, સેવ અને પછી મજા જોજે. ખૂબ હલકા-હળવા થઈ જઇશ એટલે મજા આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org