________________
સંવરભાવના.
૪૨૯
સથી એ પ્રાપ્ય છે અને પછી મેક્ષમાં તે સ્વરૂપરમણતા અને સ્થિરતા છે. ત્યારપછી સંસારની રખડપટ્ટી મટી જાય છે.
આ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રય છે. તેનું ઉત્કૃષ્ટ આરાધન કરવું એ શિવસુખસાધનને પરમ ઉપાય છે અને તે ઉપાય ચક્કસ છે, શંકા વગરને છે અને ફળવિયેગથી રહિત છે.
તેથી સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અપેક્ષાઓ સમજી તેને આદર, હેય-ઉપાદેયને સાચો વિભાગ કરી તજવા યોગ્યને તજ અને આદરવા ગ્યને આદર તેમજ રાગદ્વેષ તછ ચોગ પર વિજય મેળવી તારા ગુણમાં રમણ કર. આવું દોષ રહિત આરાધના કરવાથી તેને હમેશને માટે શિવસુખ પ્રાપ્ત થશે અને અત્યારની તારી સર્વ જંજાળને છેડે આવી જશે.
આ આખી ભાવનામાં શિવસુખ પ્રાપ્ત કરવાનું સાધ્ય લક્ષમાં રાખી પ્રથમ નવા આવતાં કર્મોને રોકવાના માર્ગો બતાવ્યા છે.
એટલું થાય એટલે નવી આવક બંધ થાય છે. પછી જૂની પડતર બાબતોને (કર્મોને) અને લાગેલા કચરાને રસ્તે શું કરવો તે નિર્જરા ભાવનામાં બતાવવામાં આવશે. પ્રથમ આવકને તે બંધ કર, પછી જૂના હિસાબે ઉખેળી તેની પતાવટ કઈ રીતે કરવી તેના માર્ગો બતાવવાની તક લેવાશે.
અહીં જે ઉપાય બતાવ્યા છે તે સિદ્ધ માગે છે, શુભ પરિણામની બાબતમાં જરાપણ શંકા વગરના છે અને તને ફાવી જાય તેવા છે તેથી તેને તું બરાબર વિચારી લેજે. તારે પ્રત્યેક બાબત સાંભળીને સમજી રાખવાની છે અને સાંભળ્યા સમજ્યા પછી બેસી રહેવાનું નથી. માત્ર સાંભળવાથી વળે તેમ નથી, પણ સાચા ઉપાય બતાવ્યા હોય તેને આદરવાનું તારું કામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org