________________
સંવર ભાવના.
અહીં જે ‘સયમયાગ’ની વાત કહી છે તેમાં ચરણસિત્તરી અને કરણસિત્તરીના સીત્તેર સીત્તેર ભેદને સમાવેશ થાય છે. તેના વિવેચન માટે જીએ અધ્યાત્મકલ્પદ્રુમ પૃષ્ઠ ૩૯૬ થી પૃષ્ઠ ૩૯૯ સુધી. એ સર્વ ભેદા વિચારતાં આખા વખત શરીરને ઉપયાગમાં લેવાની અને ઉદ્યમી રાખવાની વાત આવી જશે અને એ જ શરીરની ચિરતા તા છે એમ સમજવાની જરૂર છે.
૪૩૫
એક ખીજી ઘણી ઉપયોગી વાત તારે જરૂર નક્કી કરવાની છે. આ દુનિયામાં પારવગરના મતમતાંતરો છે. તારે અમુક જ મત આદરવા એમ કેાઈ કહે તેા તારે માની લેવાનુ નથી, પણ એ સ માં જે શુદ્ધ માર્ગ હાય, જેમાં આત્મવિકાસનું તત્ત્વ ખરાખર અતાવ્યુ હાય, જેમાં પરસ્પર વિરોધ ન હાય અને જેથી તારા આત્મસ્વભાવ ખરાખર પ્રકટ થાય તેમ હાય એવા વિશુદ્ધ માતુ શેાધી લે. પરીક્ષા કરવામાં તુ જરાપણું નરમ પડીશ નહિ. અનેક રીતે એને ચકાસો અને પછી સત્યને સ્વીકાર કરજે. અનેક મત અને માર્ગની ભૂલભૂલામણીમાં ભૂલા પડી ન જતા. સાચા ન્યાયમા તને વિચારવાથી મળી શકે તેમ છે, પરીક્ષા કરવાથી પ્રાપ્ય છે અને તેમ કરવાની જરૂર એટલા માટે છે કે એક વખત સાચા માર્ગ તને મળી જશે તેા પછી તારા સાધ્યને માગે પ્રવાસ બરાબર થશે. બધા ધર્મ સારા છે એમ કહેવું એ પરીક્ષકાને ઘટમાન નથી અને પરીક્ષા કરવામાં જરા પણ વાંધા નથી, તું તપાસ કરી ન્યાયમા ગ્રહણ કર. તારી પરીક્ષા ઉપર તારી પ્રગતિના આધાર છે તેથી જો તારે આશ્રવાને ખરાખર અટકાવવા હાય તા તારે શુદ્ધ પથ શેાધવેા જ પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org