________________
શ્રી શાંતસુધારસ
૬. અનેક ગુણેને જ્યાં સમન્વય થાય છે તેવા બ્રહ્મચર્ય વ્રતને તું ધારણ કર. ગુણે અનેક છે, વ્રત–નિયમ અનેક છે તેમાંથી આ બ્રહ્મચર્યને ખાસ તારવી તે પર વિવેચન કરવાનું ખાસ કારણ છે તે પણ અહીંઆ વિચારવું ઘટે.
બ્રહ્મચર્ય—સ્ત્રી-સંસર્ગને ત્યાગ. એનો મહિમા અદ્ભુત છે. શરીર આરોગ્ય માટે એની જરૂર છે. આત્મવિકાસમાં વેગ પર અંકુશની જરૂર છે. બ્રહ્મચર્ય વગર ચેગ પર અંકુશ લગભગ અશક્ય છે. આત્મસાધક માટે બદ્ધકચ્છ હોવાની પરમ આવશ્યકતા છે. એનાથી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી વિવેક પ્રાપ્ય છે અને વિવેકથી સદસની વિવેચના થઈ શકે છે. બહુ સંભાળ રાખીને બ્રહ્મચર્યને સમજવાની–આદરવાની ખાસ આવશ્યકતા છે. એના વગર ચેગમાં કે આત્મપ્રગતિમાં વધારે થવાની આશા નિરર્થક છે. એનો ખ્યાલ સ્ત્રીસંગ અથવા તેની અભિલાષા મનને કેટલું બધું લુબ્ધ–અસ્થિર બનાવી મૂકે છે તેના અનુભવ ઉપરથી આવે તેમ છે. મોટા મોટા ઋષિમુનિઓ પણ એ સંબંધમાં બેદરકાર થઈ જાય તે મહાપાત પામે છે. એ બ્રહ્મવ્રતની નવે વાડે પણ ખુબ ધ્યાનમાં રાખવા જેવી છે. એ શિયળ ક્ષેત્રની રક્ષા કરનાર છે. સંસારમાં રખડવાનું પ્રબળ સાધન એના સંબંધમાં નિરપેક્ષ રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મપ્રગતિ ઈચ્છનાર માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે.
જે અનેક કર્મોને આવવાને માર્ગ બંધ કરવો હોય તે બ્રહ્મચર્ય આત્મવિકાસની બારાક્ષરી છે એમ સમજવું. ઘર એ ઘર નથી, સ્ત્રી એ ઘર છે. પુરૂષની દષ્ટિએ સ્ત્રી એ સંસા છે. સ્ત્રીની દષ્ટિએ પુરૂષ એ સંસાર છે. સર્વથા સંયમ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org