________________
સંવર-ભાવના.
૪ર૩ વો. એ સ્થિરતા એટલે શું ? મનને નિશ્ચળ રાખવું-એકાગ્ર રાખવું. એ વાત ઘણું મુશ્કેલ છે, એ વિષય રાજયેગને છે. ઘર બળી જતું હોય તો તે ઘરની સામે ઊભે ઊભે બળી ન જાય, એકને એક છોકરે ચાલ્યો જતો હોય તો તે રડવાકુટવા મંડી ન જાય, પૈસા ગયા હોય તો દીન ન થઈ જાય, માંદો પડ્યો હોય તો એ હાયવોય ન કરે–સર્વ સંગમાં મનને નિશ્ચલ રાખે, મનની દોડા-દોડી અટકાવી દે. ધ્યાનના પુસ્તકમાં એના ઉપાયે બતાવ્યા છે તેવા પ્રયોગો કરવા. જે રસ્ત બને તે માગે મનની સ્થિરતા રાખવી એ મહાન કાર્ય છે, મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે. અને અંતે આપણી કરેલી ચિંતા શા કામની છે? આપણે ચિંતા કરીએ કે ન કરીએ, પણ જે નિર્માણ હેાય તે જરૂર થાય છે અથવા થઈ ગયું હોય છે, પરંતુ એ તાત્વિક ભાવ રાખે અને મનને સ્થિર રાખવું એ ખરેખર સંવર ઉપાય છે, સિદ્ધ માગે છે અને જરૂર આદરણીય છે. આ રીતે આર્તા–રોદ્ર ધ્યાન દ્વારા જે મહાન કર્મભાર વધતો જાય છે તે અટકાવવાના ઉપાયો પ્રગ આંતરદશાથી વિચારીને આદર.
. ૩. “ક્રોધ” નામને આશ્રવ આપણે જાણ્યું છે. ક્રોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે “ક્ષમા” રાખવી. નોકર-ચાકર ઉપર કદી ગુસ્સે થવું નહિ, અન્યાય કરનાર ઉપર ગુસ્સો કર નહિ, સહનશીલતાને કેળવવી અને સર્વ વાત ગળી જતાં શીખવું. ક્રોધ એ ભુજંગ (સર્પ) છે, એને ઉતારનાર જાંગુલી મંત્ર ખંતિક્ષમા છે એમ શ્રીમદવિજયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે.
અભિમાન' નામને બીજે કષાય–આશ્રવ છે. આપણે તેને ઓળખે છે. તેને માર્દવ-નમ્ર સ્વભાવે છે. આપણે ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org