________________
૪૨૪
શ્રી શાંતસુધારસ
તેવા હોઈએ તો પણ આખરે આપણે કેણુ? આપણું સ્થાન શું? “વીરા મારા ગજથકી ઊતરે” એમ સુપ્રસિદ્ધ કથનનું ૨હસ્ય ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. નમ્રતા તો મહાન સદ્દગુણ છે અને વિચારશીલને સહજ સંગ્રાહ્ય છે.
માયા” નામનો આશ્રવ આપણે જોઈ ગયા છીએ. કપટ, દંભ, ગોટાળા એ આપણને ન શોભે. મનમાં કાંઈ હોય અને ઉપરથી કાંઈ બોલવું એ કેટલા ભવ માટે! સરળતાથી એના પર વિજય મેળવવો. મનવચન-કાયાની એકતા વગર ઘણું સક્રિયા નિરર્થક થાય છે. અહીં ઘણું બેસી રહેવાનું નથી એટલું સ્પષ્ટ જણાય તો સરળતા આવી શકે તેમ છે.
લેભ” આશ્રવ વધારે આકરે છે. એ ઘણું આકારમાં વ્યક્ત થાય છે અને સર્વ ગુણને નાશ કરે છે. સંતોષથી એના પર વિજય મળે છે, નહિતર તે આખી દુનિયાનું રાજ્ય મળે તો પણ ઓછું પડે છે. એ ભયંકર દુર્ગુણ અતિ મીઠે હાઈ પ્રાણીને ખૂબ કર્મોથી ભારે બનાવે છે. ધન કમાવા બેસે ત્યારે એને હેતુ કે સાધ્યનું ભાન રહેતું નથી અને આજનું સાધ્ય તે કાલનું શરૂ કરવાનું સ્થાન બને છે. સંતોષ થઈ જાય તે બધી તરખડ મટી જાય છે.
આવી રીતે ચારે કષાયે જેઓ મહાભયંકર છે અને જે પ્રાણ તરફ અનેક કર્મો આણું એને ભારે બનાવી મૂકે છે તેના પર વિજય મેળવવાની બહુ જરૂર છે. એના ચારે ઉપા તે ચાર યતિધર્મમાં ઉપર આવી ગયા છે. કર્મોના બંધ વખતે એ કષાય સ્થિતિબંધ અને રસબંધમાં ખાસ કાર્યભજવે છે તેથી એનાથી વધારે ચેતવાની ખાસ આવશ્યકતા છે. એના સંવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org