________________
૨૬૪
શ્રી શાંતસુધારસ
" તું પંડિત કહેવાય, તું થે પલ્યો, પણ તું સાચે ભેદ પામ્યું નથી અને ભણીગણીને અંતે વિકારે તરફ દોડ્યો જાય છે. આ તે કાંઈ રીત છે? ભણવાગણવાનું પ્રયોજન શું? અંતરમાં ઉતર, આત્માનો વિચાર કરી અને તારી જાતને ઓળખ. મન માર્યા વગર અને અંદરની હકીકત સમજ્યા વગર કાંઈ છેડે આવે તેમ નથી. ખૂબ આત્મ-વિચારણા કર, બને તેટલે વિચાર કર અને જે પ્રશ્નોને નિકાલ ન થઈ શકતો હાય તે પર ખૂબ ચિંતવન કર, વારંવાર વિચાર કર. તું ખાસ ધ્યાનમાં રાખજે કે તારે અંતે એક દિવસ આ સર્વ છેડીને ચાલ્યા જવાનું છે. તેની તને પ્રથમથી નોટિસ મળવાની નથી, તે વખતે તું શુદ્ધિમાં હઈશ કે નહિ તે પણ કહી શકાય નહિ, તે પછી આ સર્વ ઘડભાંજ કરીને અંતે શું કરીશ? અને કદાચ શુદ્ધિ હશે તે પણ તારે માથાં પછાડવાં પડશે આખર પછતાવા હાઈ ” એ વાતને તું સિદ્ધ કરીશ.
એટલા માટે મળેલ સામગ્રીને લાભ લઈ આત્માને ઓળખી લે. એનું એ સમજી લે અને એને ખૂબ બહલાવ. એ એટલે તું. અને પોતાની જાતને તે કાંઈ વારંવાર ભલામણ કરવાની હોય? ગમે તેમ કરીને આ ભદધિનો તે પાર પામ જ ઘટે. આ ભરદરિયે ઝોલાં ખાતાં રહેવામાં મજા શી આવે? એક વાર પ્રયત્ન કરીને ચેતનરામને સાધી લે અને આગળ ધપે જા. આ મનુષ્યદેહમાં પ્રયત્ન કરીશ તે તને દીવાદાંડી સાંપડશે, નહિ સાંપડે તો તેને માર્ગ તે મળશે અને અત્યારે જેવું ભેજું આવે તેવું ઘસડાવાનું અને તફડાવાનું તે બંધ થઈ જશે. એક વાર દીવાદાંડી દૂરથી દેખાય તે કાંઠા હાથ જરૂર લાગશે. તારી જાતને, તારા ગુણેને
શી અજગળ ધપે સાંડે તેવા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org