________________
- સંસારભાવના.
૧૯૭
૧૧ કુબેરસેના મારી શકાય તેને તું પુત્ર માટે મારે પણ “પુત્ર” ૧૨ આ છોકરો મારે દીયર(નં. ૩)તેને તું બાપ માટે મારે “સસરે
(કુબેરસેના સાથેનો સંબંધ) તેને ઉદ્દેશીને બેલી – ૧૩ મને જન્મ આપનાર તું તેથી તું મારી “માતા” ૧૪ કુબેરદત્ત મારે પિતા (નં. ૮) તેની તું માતા માટે “મારી દાદી” ૧૫ કુબેરદસ્ત મારે ભાઈ તેની તું પત્ની એટલે મારી “ભાભી’ ૧૬ મારી શેક્યના પુત્ર કુબેરદત્તની તુ પત્ની તેથી મારી પુત્રવધૂ” ૧૭ મારા પતિ કુબેરદત્તની તું માતા તેથી તું મારી “સાસુ” ૧૮ મારા પતિ કુબેરદત્તની બીજી સ્ત્રી તેથી તું મારી “શિકય” - ત્રણ દષ્ટિએ આ અઢાર સંબંધો ખૂબ વિચારવા યોગ્ય છે અને આ જીવે આવા સંબંધો ભવપ્રપંચમાં તો અનેક વખત કર્યા છે.
સંસારની આ વિચિત્રતા વિચારીને હજુ તારે મનુષ્યભવ બાકી છે ત્યાં સુધીમાં એ સર્વને તું તજી દે. તને આવી વિચિત્રતા જેઈ આ સંસાર પર ચીતરી ચઢતી નથી ? તું કયાં મેહ કરી રહ્યો છે? કેના ઉપર મેહ પામે છે? એ કેણ છે ? એના પૂર્વ સંબંધે તારી સાથે શા છે? એ સર્વ જરા વિચાર અને હવે બાકી રહેલા આયુષ્યના ભાગમાં એ સર્વ વિચિત્રતાઓ છેડી દે અથવા એવી વિચિત્રતાઓ વધે નહિ એ માર્ગ શેધ.
સંસારની અનેક વિચિત્રતા તે અત્ર (આ ભાવનામાં) જોઈ, પણ તેમાં આ વિચિત્રતા તો શિખરે ચઢે એવી છે, એને વિચાર કરતાં ત્રાસ આપે તેવી છે અને મગજને મુંઝવી નાખે તેવી છે, પણ સાચી હાઈ મગજને ઠેકાણે લાવે તેવી અને તે દ્વારા તેને
૧ આ પ્રમાણે બીજા ત્રણને પણ ૧૮–૧૮ સંબંધ થયા છે, તેથી કુલ ૭૨ સંબંધે શ્રી પ્રશ્નચિંતામણિમાં સવિસ્તર બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org