Book Title: Shanka Samadhan Part 01 Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 6
________________ ૩૦ વર્ષોથી તેમણે દાળ-ભાત કે દહીં-ભાત ઉપર કાઢ્યા હતા. શરીરમાં બીજી પણ અનેક વ્યાધિઓ હતી. આવી પરિસ્થિતિમાં પણ એમની અપ્રમત્તતા અજબ હતી. ઉપાશ્રયમાં સૌથી પહેલા જે સ્થળે પ્રકાશ આવે તે સ્થળે તેમની બેઠક રહેતી અને કલમ ચાલવા લાગતી તે છેટ સાંજે છેલ્લે જે સ્થળે પ્રકાશ રહેતો તે સ્થળે બેસીને લખવાનું ચાલુ રાખતા. પૂજયશ્રી જ્યારે ઓશવાળ યાત્રિક ગૃહ પાલીતાણામાં ચૈત્ર વદ-૪, ૨૦૬૭ ના દિવસે સવારના ૮.૧૦ કલાકે કાળધર્મ પામ્યા ત્યારે તેમની ઉંમર ૭૪ વર્ષ અને ૭ મહિના જેટલી હતી અને પ૭ વર્ષનો દીક્ષા પર્યાય હતો. આટલી ઉંમરે પણ તેમણે ગોખવાનું છોડ્યું ન હતું. છેલ્લે પોષ મહિનામાં દહાણુથી વિહાર કરી પાલીતાણા પધાર્યા ત્યારે ચાલુ વિહારમાં પણ તેમણે શ્રી જ્ઞાનસાર અને પાલીતાણા આવ્યા પછી તત્ત્વાર્થાધિગમસૂત્રો અને પ્રશમરતિ પ્રકરણ ફરી કંઠસ્થ કરી લીધા હતા અને રોજ તેનો સ્વાધ્યાય કરતા હતાં. આવા અનેકાનેક ગુણોના ભંડાર ગુરુભગવંતની મને અનાયાસે પ્રાપ્તિ થઈ ગઇ એ મારું અહોભાગ્ય છે. ખરેખર ! મને આ ભવમાં સુમુક્યો શુભગુરુનો યોગ થયો. ભવાંતરમાં પણ આવા શુભગુરુનો યોગ થાય અને અલ્પકાળમાં મારો વિસ્તાર થાય એવી અભિલાષા સાથે અગણિત ગુણરત્નોના ભંડાર એવા પૂજ્યશ્રીને કોટી કોટી વંદના. આ શંકા-સમાધાન પુસ્તકનું સંપાદન કાર્ય કરવા માટે પરમ પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરી. વર્ષો પૂર્વે જેમની વિનંતીથી પૂજય ગુરુદેવે ‘કલ્યાણ” ના આ શંકા-સમાધાન વિભાગને સંભાળ્યો એવા પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ મારી વિનંતી સ્વીકારી પ્રસ્તાવના લખી આપી. આ સંપાદન કાર્યમાં પૂજય મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજીએ સહયોગ આપી મારા ઉપર જે ઉપકાર કર્યો છે તે અવિસ્મરણીય રહેશે. ઉદાર દિલ દાતાઓના આર્થિક સહયોગે પણ આ કાર્યમાં ઉત્સાહ વધાર્યો છે. or personal and Private use only WWWSEANCOMPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 320