Book Title: Shanka Samadhan Part 01 Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 5
________________ સંપાદકીય ‘કલ્યાણ” માસિકમાં આવતા શંકા-સમાધાન વિભાગને જ્યારથી પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ સંભાળ્યો ત્યારથી નિયમિત પણે તે વિભાગ ચાલુ રહ્યો. પૂજ્યશ્રીએ આમાં શંકાઓનું માત્ર સમાધાન જ નથી કર્યું પરંતુ શંકાકારના હૃદયના ભાવોને પીછાણીને એની સર્વાગી શંકાનું નિર્મૂલન કર્યું છે. કલ્યાણમાં આવતા શંકા-સમાધાનના માધ્યમે પૂજયશ્રીનો પરિચય જો કે બધાને હશે જ, આમ છતાં પૂજ્યશ્રીનો ગુણવૈભવ અજબ કોટીનો હતો. પૂજયશ્રી વિદ્વાન હતા, શાસ્ત્રના હાર્દને પામેલા હતા, ગીતાર્થ હતા, સરળ હતા, નિઃસ્પૃહી હતા, પાપભીરુ હતા, ગંભીર હતા અને એટલે જ સ્વ-પર સમુદાયના અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો પૂજ્યશ્રી પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત લેતા હતા. પૂજ્યશ્રીએ છેદગ્રંથોની પ્રાયશ્ચિત્ત ગ્રંથોની અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોને વાચનાઓ આપી એમના ભાવશલ્યનો ઉદ્ધાર કરવા પુરુષાર્થ કર્યો હતો, બૃહત્કલ્પ એમનો પ્રિય ગ્રંથ હતો. પૂજ્યશ્રીએ અનેક તાત્ત્વિક ગ્રંથો જેવા કે ગુરુતત્ત્વવિનિશ્ચય, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, પંચવસ્તુ, ઉપદેશપદ, ધર્મબિંદુ, વીતરાગ સ્તોત્ર, પંચાશક પ્રકરણ, સંબોધ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદો કર્યો છે. પૂજયશ્રી ભાવાનુવાદકાર તરીકે વધારે પ્રસિદ્ધ બન્યા હતા. પૂજયશ્રીએ કરેલું શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપરનું વિવેચન આજે ભારતભરની દરેક પાઠશાળાઓમાં માન્ય બન્યું છે - આદરણીય બન્યું છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર રચાયેલી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની ટીકાનો સંપૂર્ણ ભાવાનુવાદ પૂજ્યશ્રીએ શારીરિક વિકટ પરિસ્થિતિમાં પણ પૂર્ણ કર્યો છે, જેનું સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. ૧૦ ભાગમાં પ્રકાશિત થશે. પૂજ્યશ્રીનું સ્વાચ્ય અતિશય નબળું હતું. રોટલી કે ખાખરા પણ ન પચાવી શકે એવી એમની હાજરી હતી અને એટલે છેલ્લા ૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 320