Book Title: Sarvagnya jeva Suridev
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 10
________________ પાહિની, તને ખૂબ સારું સ્વપ્ન આવ્યું છે. તને શ્રેષ્ઠ રત્ન જેવો પુત્ર થશે. એ રત્ન તે મને આપ્યું છે સ્વપ્નમાં, એનો અર્થ એ થાય છે કે તું તારો પુત્ર મને આપીશ. એ તારો પુત્ર જિનશાસનનો મહાન આચાર્ય બનશે. જિનશાસનને એ શોભાવશે.' પાહિની રાજીની રેડ થઈ ગઈ. એને ગુરુદેવ ઉપર શ્રદ્ધા હતી. એ સમજતી હતી કે સાચું સુખ સાધુજીવનમાં જ છે. એટલે પોતાને થનાર પુત્ર ભવિષ્યમાં સાધુ બની મહાન આચાર્ય બનશે – એ ભવિષ્યકથને એને ભાવવિભોર બનાવી દીધી. તેણે તુર્ત જ પોતાની સાડીના છેડે ગાંઠ મારી..! ગાંઠ મારીને સ્વપ્નને બાંધી લીધું ! ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી એ પોતાના ઘરે આવી. એ જ રાતે એના પેટમાં આકાશમાંથી કોઈ ઉત્તમ જીવ અવતર્યો. જાણે કોઈ સરોવરમાં રાજહંસ ઊતરી આવે તેમ ! પાહિની ગર્ભવતી થઈ. તેનું સૌન્દર્ય દિનપ્રતિદિન વધવા માંડ્યું. તે રોતી નથી. આંખોમાં કાજળ આંજતી નથી. તે દોડતી નથી. તે જલ્દી જલ્દી ચાલતી નથી. તે કાળજીપૂર્વક બેસે છે, કાળજીપૂર્વક ઊભી થાય છે. તે બહુ ખાટું-ખારું ખાતી નથી. બહુ તીખું કે બહુ ઠંડુંગરમ ખાતી નથી. - “મારા પેટમાં રહેલા મારા પુત્રને કોઈ તકલીફ ન થવી જોઈએ. એના બંધાતા પિંડમાં કોઈ ખામી ના આવવી જોઈએ.” એટલા માટે એ આ બધી તકેદારી રાખતી હતી. તેને રોજ જિનમંદિરે જવાની અને પરમાત્માની પૂજા કરવાની ઇચ્છા થાય છે. તે રોજ પરમાત્મપૂજા કરે છે. તેને રોજ ગરીબોને દાન આપવાની ઇચ્છા થાય છે, તે રોજ દાન આપે છે. તેને રોજ અતિથિને દાન આપવાની ઇચ્છા થાય છે, અને તે રોજ જે અતિથિ આવે તેને દાન આપે છે. | ચંગદેવ ૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 252