Book Title: Sarvagnya jeva Suridev
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
શંગદેવ
આજથી ૯૦૦ વર્ષ પહેલાંની આ વાર્તા છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ ઐતિહાસિક વાર્તા છે. ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલી આ વાર્તા છે. ગુજરાતમાં “ધંધુકા' નામનું નગર હતું. આજે પણ છે.
એ નગરમાં “ચાચગ' નામના શેઠ રહેતા હતા. તેઓ ગુણવાન હતા, બુદ્ધિમાન હતા અને ધાર્મિક હતા. તેમને “પાહિની' નામની પત્ની હતી. પાહિની શીલવતી અને ગુણવતી સ્ત્રી હતી. જૈન ધર્મ પ્રત્યે એના હૃદયમાં દઢ શ્રદ્ધા હતી.
એક દિવસ રાત્રિએ પાહિનીને સ્વપ્ન આવ્યું. એને બે દિવ્ય હાથ દેખાયા. દિવ્ય હાથોમાં દિવ્ય રત્ન હતું. “આ ચિંતામણિ રત્ન છે, તું ગ્રહણ કર.” કોઈ બોલ્યું. પાહિનીએ ચિંતામણિ રત્ન ગ્રહણ કર્યું. તે રત્ન લઈને આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરિની પાસે જાય છે. ‘ગુરુદેવ, આ રત્ન આપ ગ્રહણ કરો...” રત્ન તે ગુરુદેવને અર્પણ કરી દે છે. તેની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાય છે.
સ્વપ્ન પૂરું થઈ જાય છે. તે જાગે છે. પલંગમાં બેસીને તે શ્રી નવકારમંત્રનું સ્મરણ કરે છે. સ્વપ્નને યાદ કરી લે છે. તે વિચાર કરે છે : “ગુરુદેવ નગરમાં પધારેલા જ છે. તો મારા સ્વપ્નની વાત એમને જ કરું.”
તેણે સ્નાન કર્યું. સુંદર વસ્ત્રો પહેર્યા. અને તે ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીની પાસે ગઈ. પાહિનીએ ગુરુદેવને વંદન કરીને વિનયપૂર્વક પોતાના સ્વપ્નની વાત કહી સંભળાવી. ગુરુદેવે કહ્યું :
-
ચંગદેવ
ચંગદેવ
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 252