Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 8
________________ ઍ૬ યશ વિજય ૫૧ ઉપવાસ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ આપે ધર્મપત્ની, બે પુત્રો, ચાર પુત્રી, ભત્રીજી વિગેરે બધાને સાથે લઈને સંયમયાત્રા શરૂ કરી પૂજ્યપાદ દાદા ગુરૂદેવ ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન આશિષ-વાસક્ષેપ અને પૂજ્યપાદ ગુરૂદેવ આ ભશ્રી કારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી, ગુરૂપારસભ્યતા, પરમાત્મપ્રત્યે પૂર્ણશ્રદ્ધા, તપશ્ચર્યા અને જાપને આપે આપનાં તરવાનાં પ્રમુખ સાધન બનાવ્યા. | ગૃહસ્થ-જીવનમાં માસખમણ, ૧૬ ઉપવાસ, વરસીતપ, ચત્તારિ-અટ્ટદસ-દોય, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૩, ૯ ઉપવાસ, અનેક અઠ્ઠાઈઓ છટ્ટ, અટ્ટમઆદિ તપશ્ચર્યા કરનાર આપ મુનિજીવનમાં પણ તપશ્ચર્યાના ક્ષેત્રે આગળ વધતા રહ્યા. વાકડીયા વડગામ નગરે(રાજ.) ૫૧ ઉપવાસ, ભદ્રતપ,, સિદ્ધિતપ, શ્રેણિતપ, સિંહાસન તપ, અઠ્ઠાઈઓ, અમો, વીરગણધરતપ, ધર્મચક્ર તપ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ સાથે સિદ્ધાચલની ૯૯ યાત્રા, નવપદની ઓળી... એ આપની તપશ્ચર્યા અપ્રમત્તતાનો આદર્શ હતો. ગૃહસ્થજીવનમાં પણ ૩૦મા ઉપવાસે આપ, સૌને ભાવનામાં-પ્રભુભક્તિમાં તન્મય બનાવતાં, ૫૧ ઉપવાસમાં પણ આપ કદી દિવસે ન સૂતાં, તેમ ક્યારેય દિવાલનો ટેકો પણ ના લીધો... જાપ... આપની આંગળી... નવકારવાળી.... આપનું હૃદય... પરમાત્માનું નામ... બધું જ જાણે દિવસે કે રાત્રે એકાકાર હતું... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો, જીવનના છેલ્લા દિવસ સુધી આપ વડીલોનું અને સઘળા સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરવાનું ચૂક્યા નહિં. તપસી મહારાજ, ભક્તિ-વૈયાવચ્ચી મહાત્મા તરીકે આપ સૌના જીભે હતાં અને વાત્સલ્યગુણથી આપ સીનાં બાપા મહારાજ બન્યાં. આપ શંખેશ્વરદાદાના પરમભક્ત... ગમે તેવા વિકટ સંયોગોમાં.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306