________________
સામ્યશતક
બ્લોક-૨
- Hara उन्मनीभूयमास्थाय निर्माय समतावशात् ।
जयन्ति योगिनः शश्वदंगीकृत शिवश्रियः ।। અર્થ – માયારહિત સમતાના કારણે ‘ઉન્મનીભાવ' પ્રાપ્ત કરીને, હંમેશાં મોક્ષલક્ષ્મી અંગીકાર કરનારા યોગીઓ જય પામે છે. ભાવાર્થ – અતિ ચંચળ મનનો સર્વ વ્યાપાર વિલય થાય તે છે ઉન્મનીભાવ. આત્મા મનને પ્રેરણા કરતો નથી અને મન ઈન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, અર્થાત્ મનનો પ્રેર્યભાવ અને પ્રેરકભાવ નષ્ટ થાય તેને ઉન્મનીભાવ કહેવાય છે. માયાદિ દોષોથી રહિત સમતાભાવમાં રમણ કરતા યોગી ઉન્મનીભાવ વડે સર્વ ભાવથી ઉદાસીન થઈને આત્મામાં સ્થિર થયા છે, શિવગતિ પામ્યા છે. મોક્ષલક્ષ્મીને વરનાર ભગવંતો આ વિશ્વમાં સદૈવ, સર્વત્ર જય પામે છે.