________________
૪૨
चित्रमंभोजिनीकोमलं किल वज्रसारमहंकारपर्वतं सर्वतः
-
સામ્યશતક
શ્લોક-૪૨
અર્થ
કમલપત્ર જેવી કોમળ મૃદુતા, વજ્ર જેવા અભિમાનના પહાડને ચોતરફથી તોડી નાંખે છે, એ આશ્ચર્ય છે! ભાવાર્થ જગતનું આ એક મહાન આશ્ચર્ય છે કે વજ જેવા અહંકારના પર્વતને તોડી નાંખવાનું સામર્થ્ય કમલપત્ર જેવી કોમળ મૃદુતા ધરાવે છે. મૃદુતાનો વિસ્ફોટ અહંકારના વિશાળ, કઠોર પર્વતને ક્ષણમાત્રમાં ભેદી તેના ચૂરેચૂરા કરી નાંખે છે. એવું તો મૃદુતામાં શું છે? તે સર્વ ધર્મનું મૂળ છે, વિવેકને પ્રગટાવનાર છે, સમ્યક્ત્વાદિ ગુણોનો આધાર છે, તપને શોભાવનાર છે, વીતરાગતા ઉપર અનુરાગ કરાવનાર છે; નિર્દયતાને હણનાર છે, સ્વચ્છંદ-આગ્રહને નષ્ટ કરનાર છે, કુમતિનો કાળ છે, સમસ્ત દોષોનું મૃત્યુ છે, સંસારપરિભ્રમણનો અંત લાવનાર છે. આવી મૃદુતા માનને ગાળી, તેનું નામોનિશાન ન રહેવા દે એમાં આશ્ચર્ય શું?
,
L
-
मार्दवम् । સ્વતિ ||