________________
સામ્યશતક
૪૧
બ્લોક-૪૧
मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् ।
मित्वा विधेहि हे स्वात! प्रगुणं सुखवर्तिनीम् । અર્થ – હે હૃદય! એ માનરૂપ પર્વતને કોમળતારૂપ વજ વડે ભેદીને સુખનો માર્ગ સરળ કર. ભાવાર્થ – કોમળતા - માર્દવ એ આત્માનો સ્વાભાવિક ગુણ છે, પરંતુ માનના કારણે તે ગુણ અવરાઈ ગયો છે. અહંકારી જીવ પર્વત જેવા કઠોર હૃદયવાળો હોવાથી, તે વિવેકહીન બની ધર્મથી વિમુખ રહે છે; અને ધર્મહીન ક્યારે પણ સુખી થઈ શકતો નથી. માનના સદ્ભાવમાં તેને આ લોક અને પરલોક બન્નેમાં દુઃખ જ મળે છે. હે જીવ! જો તારે સુખી થવું હોય તો તું વિનમ્ર બન, કોમળ બન કે જેથી તું સત્ય ધર્મને પામી સુખી થઈ શકે. તું માનરૂપી કઠોર પર્વતને છેદવા માટે કોમળતારૂપી વજને ધારણ કર અને માનપર્વતને નષ્ટ કરી સુખી થા.
પરલોક કરે છે
વિશકે. તે