________________
સામ્યશતક
બ્લોક-૪૯
क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः ।
मर्यादामदयं लुपन् लोभोऽम्बुनिधिरयं नवः || અર્થ – આ લોભરૂપી સમુદ્ર નવી જાતનો છે! તે પર્વતોને અપ્રિય છે. તે સાધુવૃત્ત (સારા આચરણ)ની લક્ષ્મી (શોભા) વિનાનો છે અને નિર્દયપણે મર્યાદાને લોપનારો છે. ભાવાર્થ – સંથકાર લોભને સમુદ્રની ઉપમા આપતાં કહે છે કે સામાન્ય સમુદ્ર કરતાં લોભરૂપી સમુદ્ર વિચિત્ર છે. સમુદ્ર ક્ષમામૃત અર્થાત્ પર્વતને પ્રિય હોય છે, પરંતુ લોભરૂપી સમુદ્ર ક્ષમાભૂત અર્થાત્ ક્ષમાશીલ પુરુષોને ક્યારે પણ પ્રિય હોતો નથી. વળી, સમુદ્ર સાધુવૃત્તથી અર્થાત્ વર્તુલાકારથી શોભે છે. તે સારા આચરણવાળી લક્ષ્મીથી યુક્ત હોય છે,
જ્યારે લોભરૂપી સમુદ્ર સારા આચરણની શોભાથી સદા વંચિત હોય છે. સમુદ્ર ક્યારે પણ તેની મર્યાદા છોડતો નથી, પરંતુ લોભને થોભ હોતો નથી, અર્થાત્ લોભરૂપી સમુદ્ર મર્યાદાનો લોપ કરે છે. આમ, જુદી જુદી ઉપમા દ્વારા ગ્રંથકારે લોભના અનર્થો સચોટ રીતે દર્શાવ્યા છે.