________________
૫૪
एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनैः ॥
સામ્યશતક
શ્લોક-૫૪
અર્થ સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહાન પુરુષોના શ્રેષ્ઠ હૃદયનો પણ દ્વેષ કરે છે. એથી તેઓ ખરેખર દુર્જનોની સ્પર્ધા કરે છે, (અર્થાત્ દુર્જનોની સાથે હરીફાઈમાં
ઊતરે છે).
-
ભાવાર્થ ઇન્દ્રિયજન્ય સુખ એવું છે કે જીવને ક્યારે પણ એનાથી તૃપ્તિ થતી નથી. જેમ જેમ તે ઇન્દ્રિયવિષય ભોગવતો જાય છે, તેમ તેમ ઇન્દ્રિયો તેને વધુ ને વધુ પરાધીન કરતી જાય છે. તે એના સકંજામાંથી છૂટી શકતો નથી. વળી, એની પાછળ લોલુપ થયેલા જીવને એ સુખશાંતિ તો આપતી નથી, પણ તેને બરબાદ કરી નાંખે છે. ઉત્તમ પુરુષોનાં હૃદયમાં આવી ઇન્દ્રિયો માટે કોઈ આદર હોતો નથી, એટલે એ ઇન્દ્રિયો તેમના ઉપર દ્વેષ કરે છે અને તેમને વિષયો તરફ આકર્ષા, તેમને પાયમાલ કરે છે. આમ, ઇન્દ્રિયો દુર્જનોમાં પણ દુર્જન છે!
-