________________
૫૬
સામ્યશતક
બ્લોક-પહ
भोगिनो द्रग्विषाः स्पष्टं द्रशा स्पृष्टं दहंत्यहो ।
स्मृत्यापि विषयाः पापाः दंदह्यन्ते च देहिनः ।। અર્થ – ‘દષ્ટિવિષ' જાતના સર્પો જેને દષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે, પરંતુ પાપી વિષયો તો તેના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે! ભાવાર્થ – દૃષ્ટિવિષ સર્પમાં એવું ભયંકર વિષ હોય છે કે તે જેના તરફ દૃષ્ટિ કરે એ બળી મરે છે. તેને ડંખ મારવા નજીક જવાની પણ જરૂર રહેતી નથી. પરંતુ ઇન્દ્રિયવિષયો તો તેના કરતાં પણ ભયંકર છે. પૂર્વે ભોગવેલા વિષયોનું સ્મરણ જીવને અશાંત-દુઃખી કરે છે, ફરીથી એને ભોગવવાની ઇચ્છા થાય છે અને જ્યાં સુધી ભોગ ભોગવાય નહીં ત્યાં સુધી ભોગેચ્છા તેનો પીછો છોડતી નથી; એટલે તે વધુ અશાંત, વધુ દુઃખી થાય છે. વળી, ભોગ પછી પણ તૃપ્તિ થતી નથી એટલે અશાંતિ અને દુઃખ વૃદ્ધિ પામે છે. આમ, વિષયસ્મરણ, વિષયસ્પૃહા, વિષયભોગ તેને અશાંત-દુઃખી કરે છે અને તે સમયે સમયે ભયંકર ભાવમરણ કરતો રહે છે.