________________
YO
સામ્યશતક બ્લોક-30
दोषत्रयमयः सैषः संस्कारो विषमज्वरः ।
मेदूरीभूयते । येन कषायक्वाथयोगतः ॥ અર્થ – તે આ સંસ્કાર (વાસના) ત્રિદોષમય વિષમ જ્વરના જેવો છે, જે કષાયરૂપ ક્વાથ(ઉકાળા)ના યોગથી પુષ્ટ થાય છે. ભાવાર્થ. – જેમ વાત-પિત્ત-કફની વિકૃતિથી ઉત્પન્ન થતો જ્વર ઘણો વિષમ હોય છે અને જો અયોગ્ય રસાયણ લેવાઈ જાય તો તે જીવલેણ નીવડે છે; તેમ મન-વચન-કાયારૂપ ત્રિયોગના દોષમય આચરણથી ઉત્પન્ન થતો જ્વર, અર્થાત્ સંસારવાસના અતિશય ભયંકર હોય છે અને તેની ઔષધિ તરીકે કષાયરૂપ ક્વાથ લેવામાં આવે તો તે વધુ વકરીને જીવના ભાવપ્રાણોને હરી લે છે. એક તો સંસારવાસનાની તૃષ્ણા જીવને દુઃખી કરે છે અને એ દુઃખના નિવારણ માટે લેવામાં આવતો કષાયનો સહારો તેને વિશેષ દુઃખમાં ઘસડી જાય છે. દવા દારૂનું કામ કરે છે અને જીવનો સર્વનાશ કરે છે. . .