________________
સામ્યશતક
શ્લોક-૩૧
तत्कषायानिमांच्छेतुमीश्वरीमविनश्वरम् । पावनां वासनामेनामात्मसात्कुरुते द्रुतम् ।।
૩૧
–
અર્થ – (તેથી) એ ચાર કષાયોને છેદવાને સમર્થ અને ક્યારે પણ નાશ ન પામે એવી પવિત્ર વાસનાને સત્વરે સ્વાધીન
કરવી.
ભાવાર્થ શુભાશુભ પરિણામરૂપ ભયંકર જ્વરને મટાડવા, નીરોગી થવા ચાર કષાયને છેદવા અત્યંત આવશ્યક છે. વળી, આ સંસારભાવો જીવ ઉપર એવા તો છવાઈ ગયા છે કે તે અતિશય અસ્વસ્થ રહે છે. પરંતુ એને હણવા સરળ નથી. માત્ર ધર્મક્રિયાઓ કરવાથી વિજય મેળવવો અસંભવિત છે. એને છેદવા માટે, સ્વસ્થ થવા માટે ધર્મવાસનારૂપ ઔષધનું સેવન કરવું અત્યંત જરૂરી છે. જો ધર્મભાવના આત્મસાત્ થાય તો તે ભાવના વાસનારૂપ બને છે અને તે આત્મસાત્ ત્યારે થઈ શકે, જ્યારે તે ક્યારેક ક્યારેક નહીં પણ નિત્ય ભાવવામાં આવે, નિરંતર તેનું ઘોલન થાય. આ રીતે સુદૃઢ બનેલી પવિત્ર વાસના વડે કષાયજય થાય છે, તેથી જીવે ત્વરાથી એને પોતાને આધીન કરવી જોઈએ.