________________
સામ્યશતક
૩૫
બ્લોક-૩૫
क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम् ।
लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ।। અર્થ – આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે! ભાવાર્થ – ક્રોધ એવો યોદ્ધો છે કે જે જીવનો ક્ષણમાં પરાજય કરી, અશાંતિની આગમાં હોમી દે છે. વળી, આ યોદ્ધો દુર્જય છે, એટલે કે તેને જીતવો બહુ કઠિન છે. પરંતુ સંથકાર કહે છે કે હે ક્રોધ, ભલે મોહાંધ જીવો તને પરાજિત કરવામાં અસફળ થાય છે, પરંતુ તું તેનું અભિમાન ન કર; કારણ કે સમા-સ્ત્રી આગળ તારું બળ નકામું થઈ જાય છે, તું ક્ષણવારમાં પરાજય પામી જાય છે. અહીં ક્ષમાને સ્ત્રીની ઉપમા આપવામાં આવી છે. જેમ જગતમાં ભલભલા પુરુષો સ્ત્રી આગળ હારી જાય છે, તેમ ક્ષમારૂપી સ્ત્રી આગળ ગમે તેવો ક્રોધ પણ હારી જાય છે.