________________
૩૮
સામ્યશતક શ્લોક-૩૮
अखर्वगर्व शैलाग्र शृंगादुद्धरकंधरः ।
पश्यन्नहयुराश्चर्यं गुरुनपि न पश्यति ।। અર્થ – મોટા ગર્વરૂપ પર્વતના અગશિખર ઉપરથી ડોક ઊંચી કરીને આશ્ચર્યથી જોતો એવો અહંકારી મનુષ્ય, ગુરુજનોને પણ જોઈ શકતો નથી. ભાવાર્થ – જીવ જ્યારે માન કષાયમાં લપટાય છે ત્યારે તેને બીજા બધા પોતાથી ઊતરતા લાગે છે. તે પોતામાં રહેલા સામાન્ય ગુણને અતિવિશેષ ગુણ માને છે અને તેને બીજાના “ગુણો સામાન્ય, " તુચ્છ ભાસે છે. વળી, તે પોતાને એટલો "ઉચ્ચ માને છે કે ગુરુજનો પણ તેને સામાન્ય લાગે છે અને તે પોતાની માનેલી વિશેષતાઓમાં એવો તો લીન રહે છે કે એમના ગુણો ઉપર તેની દૃષ્ટિ પણ જતી નથી, એમના માટે તેને આદર પણ હોતો નથી. અહંકારથી ઉન્મત્ત થઈ તે પોતાને સર્વશ્રેષ્ઠ માને છે અને ગુરુજનોની ઉપેક્ષા કરે છે, નિંદા કરે છે.