________________
-
कारणानुगतं कार्यमिति निश्चिनु मानस! निरायासं सुखं सूते यन्निः क्लेशमसौ क्षमा ||
સામ્યશતક શ્લોક-39
-
અર્થ
હે મન, કા૨ણાનુસારી કાર્ય હોય છે એમ તું નિશ્ચય કર. જેથી પ્રયત્ન વિના ક્ષમા, ક્લેશ વિનાનું સુખ ઉત્પન્ન
કરે છે.
૩૭
-
ભાવાર્થ સ્વભાવપરિણમનથી સત્સુખ પ્રાપ્ત થાય છે, જ્યારે વિભાવપરિણમન દુઃખ-ક્લેશ આપે છે. ક્ષમા એ આત્માનો સહજ ગુણ છે. સહજ ગુણના પરિણમન માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, તેથી ક્ષમા ધારણ કરનારને પ્રયત્ન વિના એવું સ્વાભાવિક સુખ પ્રાપ્ત થાય છે, જે ક્યારે પણ નાશ પામતું નથી. હે મન, તું નિશ્ચયપૂર્વક સ્વીકાર કે કારણ અનુસાર કાર્ય નીપજે છે. જો તારે સુખી થવું હોય તો તું સંગ-પ્રસંગે ક્યારે પણ ક્રોધાદિનું સેવન ન કર અને ક્ષમા ધારણ કર કે જેથી તને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થાય.