________________
૩૪
સામ્યશતક
બ્લોક-38
व्यवस्थाप्य समुन्मीलदहिंसा वल्लिमंडपे ।
निर्वापय तदात्मानं क्षमा श्रीचन्दन द्रवैः || અર્થ – (હે આત્માનું!) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ
આપ.
ભાવાર્થ – અહિંસાધર્મનું સેવન કરવામાં આવે, ક્ષમાધર્મને આચરવામાં આવે તો કષાયનો નાશ થાય છે. જેમ ઉનાળાના પ્રખર તાપમાં બળતા જીવને લતામંડપ શીતળતા આપે છે અને ચંદનનું વિલેપન દાહનો નાશ કરી શાતા આપે છે; તેમ અહિંસારૂપ લતામંડપ ક્રોધની જ્વાળાઓથી જીવનું રક્ષણ કરે છે અને ક્ષમારૂપ ચંદન તેને શાંતિ આપે છે. ક્રોધાગ્નિમાં બળી રહેલા જીવને સંથકાર કહે છે કે હે આત્મનું, ક્રોધના તાપથી બચવું હોય તો તું અહિંસારૂપ લતામંડપની બહાર ન નીકળ અને ક્ષમારૂપ ચંદનનું વિલેપન કરીને તારા આત્માને શીતળ રાખ, શાંત રાખ..