________________
૧૮
સામ્યશતક બ્લોક-૧૮
शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः ।
क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना || અર્થ – અહો! સંસારવાસના કેવી દુસ્તર છે! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે, છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે! ભાવાર્થ – દરેક જન્મ વખતે મળતા દેહમાં જીવ પોતાપણું માની, એમાં અત્યંત ગાઢ મોહ કરે છે; પણ એ નશ્વર દેહ ઉપરના મોહથી તેને દુઃખ સિવાય કંઈ મળતું નથી. વળી, શરીરમાં રહેલી અહંબુદ્ધિના કારણે તે પરપદાર્થોમાં મમબુદ્ધિ, કરે છે, તેથી ક્લેશપરંપરા ઊભી થાય છે અને તે દુઃખના દાવાનળમાં બળે છે. અજ્ઞાનને લીધે સંસારી જીવ આ દુઃખનાં - ક્લેશનાં કારણને સમજી શકતો નથી અને તેથી દુસ્તર એવી સંસારવાસનારૂપી વૈતરણી નદી તે તરી શકતો નથી, દુખથી મુક્ત થઈ શકતો નથી.