________________
સામ્યશતક
બ્લોક-૨૩
रागोरग विषज्वालावलीढ़ द्रढचेतनः ।
न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ।। અર્થ - રાગસર્પના વિષની જ્વાલાથી જેનું ચૈતન્ય સજ્જડ વ્યાપ્ત થયેલું છે, એવો પુરુષ સ્પષ્ટ રીતે વિવેક વિનાનો થઈ, જરા પણ ચૈતન્ય પામતો નથી. ભાવાર્થ – જીવ અનંત કાળથી રાગરૂપી સર્પના સકંજામાં સપડાયેલો છે. એ રાગરૂપી સર્પ એવો ઝેરીલો છે કે એ ગેલ કરતાં કરતાં ડંખ મારે છે, તેથી જીવને એ અમૃત સમાન ભાસે છે. એનું વિષ એટલું બધું ભયંકર છે કે જીવનું ચૈતન્ય હણાઈ જાય છે, અર્થાત્ તેનામાં વિવેક રહેતો નથી, તેનો વિવેક નષ્ટ થઈ જાય છે. જ્યાં વિવેક નહીં ત્યાં ચૈતન્ય નહીં - આ સત્યને લક્ષમાં રાખી જીવે વિવેક જાગૃત કરી, રાગને દૂર કરવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે.