________________
સામ્યશતક
શ્લોક-૨૫
प्रथयन्तमनश्वरम्
।
बहिरंतर्वस्तुतत्त्वं विवेकमेकं कलयेत्तार्तीयीकं विलोचनम् ।।
૨૫
અર્થ બહારની અને અંદરની વસ્તુના તત્ત્વને જોનાર અને ક્યારે પણ નાશ નહીં પામનાર એવો વિવેક ત્રીજું લોચન છે એમ જાણવું.
ભાવાર્થ જેમ નેત્રહીન જીવ જોઈ શકતો ન હોવાથી, તેના જીવનમાં એટલું અંધારું હોય છે કે તે જ્યાં ત્યાં ભટકીને દુઃખી થાય છે; તેમ જીવને અનાદિ કાળથી મિથ્યાત્વરૂપી અંધાપો હોવાથી, તે સંસારમાં જ્યાં ત્યાં ભટકી અનંત દુઃખ પામે છે. વળી, જાત અને જગતનાં સત્ય સ્વરૂપને ઓળખવા માટે માત્ર ચર્મનેત્ર પૂરતાં નથી. એ માટે વિવેકરૂપી ત્રીજું નેત્ર હોવું જરૂરી છે. જો જીવ આંતર-બાહ્ય તત્ત્વને યથાર્થ રીતે સમજે તો તેનો અંધાપો દૂર થતાં તેને સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે સુખી થાય છે. તેથી સાદિ-અનંત સુખ બક્ષનાર આ અનશ્વર વિવેકરૂપી સમ્યક્ દૃષ્ટિને ત્રીજું નેત્ર કહ્યું છે.