________________
સામ્યશતક બ્લોક-૭
यः कश्चिन्न लयः साम्ये मनागाविद्न्मम ।
तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ અર્થ – મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે. ભાવાર્થ – જેને બુદ્ધિ વર્ણવી શકતી નથી, જેને વચન દ્વારા વ્યક્ત કરી શકાતો નથી, એ સમતાભાવને તેમ છતાં શબ્દમાં ઉતારવાનો પ્રયત્ન કરતાં સંથકાર કહે છે કે સમત્વભાવમાં નિમજ્જન કરવાની મને અભિલાષા છે, પરંતુ વર્તમાન ક્ષણ સુધી આ અભીપ્સા અધૂરી રહી છે, તેથી સામ્યભાવને ગ્રંથબદ્ધ કરી એ ભાવમાં રંગાઈ જવા મારી બુદ્ધિ તત્પર થઈ છે.