________________
142
કાનજીભાઈ પટેલ
SAMBODHI
વસુદેવહિંડીનો પ્રથમ ખંડ છ વિભાગોમાં વહેંચાયેલો છે–કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર અને ઉપસંહાર. કથાની ઉત્પત્તિ, પીઠિકા અને મુખ એટલામાં કથાનો પ્રસ્તાવ આવે છે. વસુદેવની આત્મકથાનો ખરા અર્થમાં વિસ્તાર “શરીર’ એ વિભાગથી થાય છે. સંભકોનો પ્રારંભ પણ ત્યાંથી જ થાય છે. વસુદેવહિંડીના પ્રથમ ખંડમાં કુલ ૨૯ લંભક છે. તેમાંથી ૧૯ અને ૨૦ એ બે લંભકો ઉપલબ્ધ થતા નથી. ૨૮મો લંભક અપૂર્ણ મળે છે અને અપૂર્ણ ૨૮મા લંભકનો છેવટનો ભાગ તથા ગ્રંથનો છેલ્લો એટલે કે છઠ્ઠો વિભાગ ઉપસંહાર પણ પ્રાપ્ત થતો નથી. અર્થાત ત્રુટક ૨૮માં લંભક સુધી જ આ ગ્રંથ મળે છે.
કથાની ઉત્પત્તિ વિભાગમાં તપશ્ચર્યાના ફળરૂપે આ લોકમાં જ બત્રીસ કન્યાઓ પરણીને અનેક પ્રકારે સુખ ભોગવનાર સાર્થવાહ પુત્ર ધમિલ્લની કથા “ધમ્મિલ્લિહિંડી'ના નામથી વિસ્તારપૂર્વક આપવામાં આવી છે. એ પણ શૃંગારકથાના વ્યપદેશથી કહેવાયેલી ધર્મકથા જ છે. ગ્રંથની શરૂઆતમાં શ્રેણિકના વસુદેવ વિશેના પ્રશ્નના ઉત્તરમાં “આ પછી ભગવાને શ્રેણિકને સર્વજ્ઞ કહી શકે તેવી રીતે વસુદેવચરિત કહ્યું” (પૃ.૩૨) એવો સ્પષ્ટ નિર્દેશ છે. છતાં વસુદેવચરિતને બદલે ધમ્મિલ્લ ચરિત આવે છે. એટલે વિષયાન્તર થાય છે, જો કે વિષયાંતર અને અવાન્તર કથાઓની આ ગ્રંથમાં કોઈ નવાઈ નથી. ગ્રંથની મુખ્ય કથા વસુદેવની આત્મકથા રૂપે જ ચાલે છે.
વસુદેવહિડીના વિસ્તાર અને વિગતોને કારણે તેને જૈન બૃહત્કથા કહેવાનું શક્ય બને છે. આવશ્યકચૂર્ણિમાં વસુદેવહિંડીનો ત્રણવાર ઉલ્લેખ મળે છે. એટલે તેની રચનાની ઉત્તર મર્યાદા ઈ.સ. ૬૦૦ની આસપાસ સ્થાપિત થાય છે. ગ્રન્થની અત્યંત પ્રાચીન ભાષા તે કરતાં પહેલાંનો રચનાકાળ સૂચવે છે. ટૂંકમાં વસુદેવહિંડીમાં અત્યાર સુધી જાણવામાં આવેલું બૃહત્કથાનું પ્રાચીનતમ રૂપાંતર મળે છે. આનો અર્થ એ થયો કે જેનું જૈન રૂપાન્તર થયું છે એ મૂળ બૃહત્કથા ઘણી પ્રાચીન છે. ડૉ. બુલ્ડર ગુણાત્યની બૃહત્કથાનો સમય ઈ.સ. પહેલી કે બીજી શતાબ્દી માને છે જ્યારે લોકોને ત્રીજી શતાબ્દી માને છે. પણ શક્ય છે કે એ તેથી ય પ્રાચીન ઈ.સ. પૂર્વે પહેલી કે બીજી શતાબ્દી હોઈ શકે.
વસુદેવહિંડીનું મૂળ બૃહત્કથાઃ વસુદેવહિંડી લુપ્ત બૃહત્કથાના આધાર અને આદર્શ પર રચાયેલ છે. વસુદેવપિંડીના પ્રથમ ખંડને આધારે જર્મન વિદ્વાન ડૉ.આલ્સડો તેને બૃહત્કથાનું જૈન સંસ્કરણ કહ્યું છે. તેમણે બૃહત્કથા તથા વસુદેવહિડીના સંબંધ પર મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું છે. ઈ.સ.ની પહેલી કે બીજી શતાબ્દીમાં પૈશાચી ભાષામાં રચાયેલ ગુણાઢ્યની બૃહત્કથા એ નિઃશંકપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો એક અતિ રસપ્રદ અને મહત્ત્વનો ગ્રંથ છે. પણ ભારતીય સાહિત્યનો એ અભુત કથાગ્રંથ કાળના પ્રવાહમાં ખેંચાઈ ગયો છે. એનાં ત્રણ સંક્ષિપ્ત સંસ્કૃત રૂપાન્તરો આજે પ્રાપ્ત થાય છે૧.બુદ્ધસ્વામીકૃત બૃહત્કથાશ્લોકસંગ્રહ (સંભવતઃ પાંચમો-છો સૈકો) ૨. સોમદેવકૃત કથાસરિત્સાગર (૧૧મો સૈકો) અને ક્ષેમેન્દ્રકૃત બૃહત્કથામંજરી (અગિયારમો સેક). અગિયારમા સૈકામાં ગુણાઢ્યની બૃહત્કથાના સંસ્કૃત રૂપાન્તર થયાં છે. એ બતાવે છે કે એક યા બીજા સ્વરૂપે એ ગ્રંથ ત્યાં સુધી વિદ્યમાન હતો. એ પછી મૂળ પૈશાચી “બૃહત્કથા’ના અસ્તિત્ત્વના કોઈ પુરાવા મળતા નથી. બુદ્ધસ્વામીની કૃતિ નેપાળમાં રચાયેલી છે, જ્યારે સોમદેવ અને ક્ષેમેન્દ્રની રચનાઓ કાશ્મીરમાં થયેલી છે. લોકો તેની માન્યતા