Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ 178 દિલીપ ચારણ SAMBODHI પોતાનું સામ્રાજ્ય સુદઢ કર્યું. આમ છતાં ઉત્તર ભારતના મુસલમાની શાસનની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ સ્થાપત્ય, પ્રશાસન, ચિત્રકલા અને સંગીતના ક્ષેત્રોમાં થયેલ છે, જોકે ઈતિહાસકારોના અહેવાલોમાં આ બાબતો પર ખૂબ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. આ સમય સમસ્ત ભારતવર્ષમાં સંતકવિઓના ઉત્કર્ષનો પણ સુવર્ણ યુગ છે. દેશી ભાષાઓમાં સાહિત્ય સર્જનનો એક નૂતનયુગ ત્યારથી શરૂ થાય છે. રાષ્ટ્રીય પુનરુત્થાન માટે સમર્પિત નવા કેન્દ્રોનો પાયો પણ આ સમયમાં જ નંખાયો છે જેમ કે ચૈતન્ય મહાપ્રભુના નેતૃત્વમાં વૃન્દાવનમાં સોળમી સદીના અંતભાગમાં શરૂ થયેલી ચળવળ. અહીં એ ન ભૂલવું જોઈએ કે વૃન્દાવન ન કેવળ મથુરાની ખૂબ જ નજીક છે, પરંતુ આગરા પણ ત્યાંથી નજીક જ છે એ આગરા કે જે વૈભવશાળી મુગલ સામ્રાજ્યના મધ્યાહનના સુર્યની માફક ચમકી રહ્યું હતું. અકબર વાસ્તવમાં જ મહાન શાસક હતો. અને તેણે જે સામ્રાજ્ય ઉભું કર્યું તે ૧૭૦૭ એ.ડી. માં ઔરંગજેબના મૃત્યુ સુધી કાયમ રહ્યું. આ પછીની કથા બધા જાણે છે. ૧૭૫૭ એ.ડી.માં પ્લાસીનું યુદ્ધ થાય છે અને ૧૮૫૭ એ.ડી.માં ઉત્તર ભારતનું પ્રથમ સંયુક્ત અને નિષ્ફળ અભિયાન અંગ્રેજોને હિન્દુસ્તાનની ધરતી પરથી હાંકી કાઢવા માટે થયું. આ સ્વપ્ર તો છેક ૧૯૪૭માં સાકાર થાય છે. - ૧૮૫૭માં અંગ્રેજોની જીતના બરાબર નેવું વર્ષ પછી. જરા વિચારો, અંગ્રેજોને પોતાની બધી નવી ટેકનોલોજી અને શક્તિની સાથે સમગ્ર દેશ પર પોતાનું આધિપત્ય જમાવવામાં સો વર્ષ લાગ્યા અને અહીંથી જવા માટે મજબૂર કરવામાં માત્ર નેવું વર્ષ. ૧૯૪૭ના પહેલાંની કથા અકલ્પનીય જોવા મળે છે. રાજા રામમોહન રોય થી લઈને ગાંધીજી સુધી જે વિલક્ષણ વિભૂતિયાં આ નાના કાલખંડ અંતર્ગત એક પછી એક આપણી નજર સામેથી પસાર થાય છે, તે કોઈપણ અન્ય સભ્યતાના ઈતિહાસમાં અદ્વિતિય અને અતુલનીય કહેવાય તેવી હકીકત છે. આમ છતાં આજે આપણે આપણા ચોતરફના પરિવેશ પર નજર નાખીએ છીએ અથવા સવારનું છાપુ વાંચીએ છીએ ત્યારે અંદરથી કોચવાઈએ છીએ અને સત્વહિનતા અનુભવીએ છીએ. પરંતુ આપણે સભ્યતાઓના દીર્ધકાલીન અભિયાનો તરફ જોતાં શીખવું પડશે. પાછળ વળીને જોઈએ અને ઈતિહાસના સમગ્ર દીર્ધકાલીન પરિપ્રેક્ષ્યમાં પોતાને રાખીને વિચાર કરીએ ત્યારે આપણને કંઈક અલગ પ્રકારનો અનુભવ થશે. આખરે ૧૯૪૭ની પછીના ભારતની પણ પોતાની મોટી ઉપલબ્ધિઓ છે. એનું સંક્ષિપ્ત સર્વેક્ષણ કરીએ તો પણ આપણે જોઈશું કે આપણા પર જે વીતી છે, તે સાવ નીરાશાજનક નથી વીતી, પરંતુ આપણે ઠોસ પ્રગતિ કરી છે. જનસંખ્યામાં અલ્પનીય વૃદ્ધિ થવા છતાં આપણે આ પૂરા સમય દરમ્યાન કોઈ મોટા પ્રમાણમાં દુષ્કાળ અને ભૂખમરાનો ભોગ ન બન્યા તે પોતાનામાં એક ઉપલબ્ધિ છે. જેનું ઉદાહરણ બ્રિટીશરાજય કે મુગલ શાસન બંનેમાંથી એકેયમાં જોવા મળતું નથી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પડેલ મનુષ્યનિર્મિત બંગાળનો દુષ્કાળ જરૂર અંગ્રેજી રાજની ઉપલબ્ધિઓમાં ગણવામાં આવશે. સ્વતંત્રતા પછીની ભારતની ઉપલબ્ધિઓ વિસ્મયકારક છે, સંખ્યાની દ્રષ્ટિએ, જોકે પ્રત્યેક નાગરિકની માથાદિઠ આવકના હિસાબે જોઈએ તો આપણી ઉપલબ્ધિઓ નગણ્ય લાગે છે. પરંતુ વિજ્ઞાનના ક્ષેત્રમાં, ન્યુક્લિયર ટેકનોલોજી તથા અંતરિક્ષ વિજ્ઞાનમાં, કે જેમાં પશ્ચિમી તાકતો પોતાના

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212