________________
હાજાપટેલની પોળમાં આવેલ બલાજના પાડામાંના
એક જ ઘરના બે દસ્તાવેજો
રસીલા કડીઆ
સંવેગીના ઉપાશ્રયના જ્ઞાનભંડારમાંથી મને કેટલાક દસ્તાવેજો સાંપડ્યા છે. આમાંથી બે દસ્તાવેજોની વિગતો વાંચતાં, આશ્ચર્ય થયું કે આ દસ્તાવેજ તો એક જ ઘરનો છે, તેનો વિગતવાર અભ્યાસ કરતાં જણાયું કે આ ઘર ખરીદનાર તથા ગિરવે લેનાર એક જ વ્યક્તિ છે અને ઘર વેચનાર તથા ગિરવે દેનાર બે બહેનો છે.
પરીક્ષ કેશવ વાસીઆ સૂરાએ પોતાની જ–શ્રીમાળી–જ્ઞાતિની બેન કાહાનબાઈ જસરાજ જીવા પાસેથી ઘર વેચાતું લીધું છે. મામા વકીલ હોવાથી કાહાનબાઈએ શવગણને વકીલ તરીકે સાથે રાખ્યા છે અને એની સાક્ષી રૂપે બે જણ નીમ્યા છે. એક તેના મામાનો દીકરો હંસરાજ વાઘજી શ્રીવંત અમીપાલ છે. બીજા છે શાહ વીરજી કૂઅરજી સંઘ. આ દસ્તાવેજની શકસંવત ૧૫૭૫ને આધારે એની વિ. સં. ૧૭૧૦ અને ઇ.સ. ૧૬૫૩ની સાલ પ્રાપ્ત થાય છે.
બીજો દસ્તાવેજ આ હાજા પટેલની પોળના બધાજના પાડામાંનો જ છે. ઘર આ જ છે એ તેના ખૂટ અને અન્ય વિગતો જોતાં, સ્પષ્ટ થાય છે. આ દસ્તાવેજમાં છિદ્રો હોવાથી અને ઉપરનો ભાગ ફાટી ગયેલ હોવાથી સાલ મળી શકતી નથી. ગિરવે આપનાર છે બાઈ જીવી જસરાજ જીવા. સં.૧૯૧૦ના દસ્તાવેજમાં કહાંનબાઈના પિતા-દાદાનું નામ સરખું હોવાથી એવું જણાય છે કે આ બન્ને બેનો હોવી જોઈએ અને તેઓને પિતાનું મકાન વારસામાં, ભાગે પડતું મળ્યું હોવું જોઈએ. જીવીબાઈ આ મકાન વેચતી નથી પણ ગિરે આપે છે. આ બેને પણ વકીલને સાથે રાખ્યા છે. પણ નામમાં સાહ પછી છિદ્રોને કારણે લખાણ નથી રહ્યું. બન્ને દસ્તાવેજો પર વકીલના જ હસ્તાક્ષરો છે અને વકીલ તેમના મામાનો દીકરો ભાઈ હોવાથી વકીલ “શાહ' પછી નામને સ્થાને છિદ્રો હોવા છતાં
ભૂલ સુધારણા : સંબોધિ અંક Vol.XXXI, 2009 રસીલા કડીઆ સંપાદિત “સં. ૧૭૪૯નો
હાજીપટેલની પોળના મકાનનો દસ્તાવેજ' લેખમાં પૃ.૧૫૭ ની ૧૭મી લીટીમાં શેઠશ્રી “અરવિંદભાઈ કલ્યાણભાઈ નહિ પણ “હરેનભાઈ કલ્યાણભાઈ' સમજવું.