Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 205
________________ vol. XXXIII, 2010 પુણ્યવિજયજી : સંશોધન-સંપાદન ક્ષેત્રે પ્રભાવશાળી... 199 તેમણે જીવનભર આગમગ્રંથોનું સંશોધન કર્યું, પરંતુ સાથે જ લલિત કહી શકાય એવાં નાટક અને કથાગ્રંથોનું પણ સંશાધન-સંપાદન તેમના હાથે થતું રહ્યું છે. તેમના સંશોધનકાર્યના પ્રકાશનનો પ્રારંભ જ જૈનનાટકોથી થયો હતો. સોલંકીવંશના પ્રતાપી ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર રચિત નાટકોનું પ્રાગટ્ય ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની એક મહત્ત્વની ઘટના બની રહી. ગુજરાતમાં સંસ્કૃત નાટકો લખવાની, ભજવવાની પરંપરાનું દર્શન કરાવ્યું. આ સાથે જ “કૌમુદી મિત્રાનંદમ્' નાટક તથા મુનિ રામભદ્રનું ‘પ્રબુદ્ધ રૌહિણેયમ' નાટક સંપાદિત કર્યા. તેમાના ‘પ્રબુદ્ધ રૌહિણેયમ' નાટકના શ્રી ગોવર્ધન પંચાલ દ્વારા ભાઈદાસ સભાગૃહ, વિલેપાર્લે, મુંબઈમાં થયેલા મંચનપ્રયોગનું દર્શન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. આ પ્રયોગમાં ગુજરાતના એ સંસ્કૃતભાષી કવિ રામભદ્રની રંગમંચની ઊંડી સૂઝનાં દર્શન થયાં હતાં. આ નાટકની પ્રસ્તાવનામાં મુનિ પુણ્યવિજયજીએ આ નાટક યુગાદિદેવના પ્રાસાદમાં ભજવાયું હતું એવો ઉલ્લેખ દર્શાવી જૈન નાટકો માત્ર લખવા નહિ પરંતુ ભજવાતાં પણ હતાં, તે સિદ્ધ કરી આપ્યું. ( વિશાળ જૈન કથાસાહિત્યમાં અપૂર્વ મહત્ત્વ ધરાવનાર વાચક સંઘદાસગણિ વિરચિત વસુદેવહિષ્ઠિ ગ્રંથના પ્રથમ ખંડનું પોતાના ગુરુ ચતુરવિજયજી સાથે યશસ્વી સંપાદન કર્યું. આ સંપાદને જૈનપરંપરામાં ઉપલબ્ધ બૃહત્કથાના પ્રાચીન રૂપાંતરનું દર્શન કરાવ્યું. એ પછીના ખંડનું પણ શ્રી ભોગેલાલ સાંડેસરા મુનિશ્રીની પુણ્ય પ્રેરણાથી જ સંપાદન કરી શક્યા. આ સંપાદનમાં પણ તેમની સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિનો ઉચિત વિનિયોગ થયો છે. તેમણે દેવભદ્રમણિકૃત “કથારત્નકોશ' નામની પ્રમાણમાં અપ્રસિદ્ધ કૃતિનું ગાઢ પુરુષાર્થ બાદ પ્રકાશન કર્યું. તેમણે જૈનકથાગ્રંથોમાં અત્યંત ગૌરવવંત અને સમૃદ્ધ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમહાકાવ્યમૂના ત્રણ પર્વોનું સંપાન કરીને આ કથાભંડારની વિશેષતાઓ દર્શાવી છે. તેમણે આ ઉપરાંત નેમિચન્દ્રાચાર્યકૃત આખ્યાનક-મણિકોશનું પણ સંપાદન કર્યું છે. | ગુજરાતનો ઈતિહાસ એ પણ પુણ્યવિજયજીના એક ઊંડા રસનો વિષય રહ્યો છે. હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના જીવનસંબંધી નાનાં-મોટાં લખાણો કરતા રહ્યા છે. તેમણે પાટણ ૧૬ ચોમાસા કર્યા હોવાથી, તેમની કર્મભૂમિ પાટણના આ પુણ્યપુરુષો વિશે ત્રણ વાર લખી અંજલિ આપી છે. આ ઉપરાંત સકલાહતસ્તોત્ર વૃત્તિ સહ અને ત્રિષષ્ટિશલકાપુરુષચરિત જેવા ગ્રંથોનાં સંપાદનો કર્યા છે. તેમણે સિદ્ધહેમકુવાસંવત’ અંગે પણ સુંદર અંગુલિનિર્દેશ કર્યો છે. શત્રુંજયની એક ધાતુપ્રતિમા પરથી પ્રાપ્ત સંવત પુણ્યવિજયજી જણાવે છે તેમ આગળ વિશેષ કાળના બળમાં ચાલ્યો નથી, પરંતુ કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોતાના યુગની ત્રણ વિલક્ષણ પ્રતિભાઓના નામોલ્લેખનો સમન્વય કરી આ સંવત ચલાવ્યો હશે, તે એમને ધન્યવાદપાત્ર જણાય છે, તેમજ આ મૂર્તિને સાચવવાની વિશેષ ભલામણ કરે છે. એ જ રીતે વસ્તુપાલ-તેજપાલનું જીવન પણ વારંવાર તેમના સંશોધનક્ષેત્રમાં આવતું રહ્યું છે. તેમણે ઉદયપ્રભસૂરિકૃતિ ધર્માલ્યુદય મહાકાવ્યમ્ સં.૧૯૪૬ થી પ્રારંભી ૧૯૬૧માં સુકૃતકીર્તિ કલ્લોલિન્યાદિવસ્તુપાલ પ્રશસ્તિસંગ્રહ એમ કુલ ચાર સંપાદનો વસ્તુપાલના જીવનને કેન્દ્રમાં રાખી કર્યા. આ ઉપરાંત પાલીતાણાની વાઘણપોળ અને અન્યસ્થળોથી પ્રાપ્ત કુલ દસ અપ્રસિદ્ધ શીલાલેખોનું સંકલિત સંપાદન કર્યું. આ સંપાદનપ્રવૃત્તિ દ્વારા તેમણે મધ્યકાલીન ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક,

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212