________________
186
રસીલા કડીઆ
SAMBODHI
પાતશાહ રાજય કરતા હતા. મોગલ સમ્રાટ શાહજહાંનું આ બિરુદ હતું. ત્યારબાદ નવાબ સાદુલ્લાખાન અને અમદાવાદ ખાતેના હાકેમનવાબ શાસ્તખાનની સાથે તે સમયના જુદા જુદા અધિકારીઓની વિગતો સાપડે છે. તે સમયે મંડપવેરો તથા ચોતરાનું અમલદસ્તૂર માફ હોવાની વિગતો ૨૨-૨૩મી લીટીમાં છે.
લીટી ૨૪ થી ૩૫ માં મકાન વેચવાનું છે તે સ્થળ તથા ખરીદનાર–વેચનારની વિગતો મુજબ, પ્રસ્તુત મકાન ઢીંકવાની હવેલી વિસ્તારમાં આવેલી હાજા પટેલની પોળ મધ્યે આવેલ બધાજના પાડામાંનુ ઘર વેચાનાર છે. મકાન ખરીદનાર શ્રીમાળી જ્ઞાતિના, વૃદ્ધિ શાખાના પરીક્ષ (પરીખ) કેશવ વાશીઆ સૂરા છે. વેચનાર પણ શ્રીમાળી જ્ઞાતિના વૃદ્ધિ શાખાના છે. વેચનારનું નામ છે કાહાનબાઈ જસરાજ જીવા. બાઈએ પોતાના મામાને વકીલ તરીકે રાખ્યા છે જેનું નામ શાહ શવગણ શ્રીવંત અમીપાલ છે. તેઓને વકીલ તરીકે રાખ્યા છે તેની ગવાહી દેનાર બે સાક્ષીઓના નામો છે : એક તો બાઈ કાહાનબાઈના મુહુલાઈ (મામાનો દીકરો) ભાઈ શાહ હંસરાજ વાઘજી શ્રીવંત અમીપાલ છે. બીજા સાક્ષીનું નામ અહીં નથી પણ ૮૧મી લીટીમાં આપેલ છે તે પ્રમાણે તે શાહ વીરજી કુઅરજી સંઘ છે. દસ્તાવેજ પર હસ્તાક્ષર કાહાનબાઈના વકીલે કર્યા છે.
લીટી ૩૫ થી ૪૯ સુધી ઘરનું વર્ણન તથા ચારે ખૂટની વિગતો છે. આ ઘરમાં દક્ષિણાભિમુખી ઓરડો છે જે ચોરસાબદ્ધ (જડિત) છે. તેની આગળ પડસાળ પણ ચોરસાબદ્ધ દક્ષિણાભિમુખી છે. ઓરડા ઉપર પાટડો છે. પડસાળમાં પાણીયારે પાણી ભરવાના બે ઘડા છે. પડસાળ ઉપર નળિયાવાળું છાપરું છે અને પડસાળને બારણે ઓટલો છે તે સહિત ઘર આપવાનું છે. તેની આગળ ચોક છે. ખડકીમાં જવા આવવાનો રસ્તો સહિયારો છે. ઘરની પાછલી દીવાલે આવેલા વાડામાં આ ઘરનું વાડું સહિયારુ છે. આ ઘર તેનાં ભીંત, કમાડ, મોભ, વલી, ખાપ, નળિયાથી આચ્છાદિત, પાકી ઇંટોનું બનેલ, જીર્ણ લાકડાં સહિત, ભૂમિ સહિત આપવામાં આવે છે. તેની પૂર્વે ખડકી છે જયાં આવવા જવાનો રસ્તો સહિયારો છે. પશ્ચિમે શાહ નાનીઆ મદન અમીઆનું ઘર, દક્ષિણે ઘરનું નિકાલ, નેવ, આંગણું તથા ઓટલો છે તથા આગળનો ચોકનો ચાલ સહિયારો છે. ઉત્તરે પાછળની ભીંતની ખડકીના સહિયારા વાડામાં આ ઘરનાં પાછલી પડાલના નેવ ઊતરે છે. આ પ્રકારનું ઘર શાહ જસરાજની પુત્રી કાહાંનબાઈને મળ્યું છે.
લીટી ૪૯ થી ૬૩ માં કહાનબાઈએ વકીલ તરીકે શાહ શવગણ તથા તેની ગવાહી રૂપે બે સાક્ષીઓ હંસરાજ તથા વીરજી છે તેની વાત છે. તેની કિંમત (૩૫૧ રૂા.) એકસાથે આપવાના થશે. જે છે તેવી હાલતમાં જ આ ઘર પરીક્ષ કેશવને આ ઠરાવેલી કિંમત લઈને આપ્યું છે. હવે આ ઘર સાથે બાઈ કાહાનબાઈ કે વકીલ કે વકીલના પુત્રપૌત્રોને કશો સંબંધ નથી. હવે આ ઘર કેશવ પરીક્ષા અને તેના પુત્ર પૌત્રાદિ પરિવારનું છે. તેમાંથી નિધિ દૈવવશાત્ પ્રકટ થાય તો તે પણ પરીક્ષ કેશવનું છે. તે સ્વેચ્છાએ અપાયેલું હોઈને કેશવ હવે પોતે રહે, બીજાને રહેવા આપે, ભાડે આપે કે બે ત્રણ માળ સુધીનું બનાવરાવે તો વેચનારનો હવે કશો દાવો રહેતો નથી.
પંક્તિ ૭૪ થી ૮૨માં આ વેચનારનો પાણીના સ્થાનોમાં પણ સંબંધ રહેતો નથી તેમ સ્પષ્ટતા છે. બીજો કોઈ આ ઘરનો વારસો માંગતો આવે તો કાહાનબાઈ કે તેના પરિવારવાળા સમજાવે. નાળ, પ્રનાળ