Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 191
________________ Vol. XXXIII, 2010 હાજા પટેલની પોળમાં આવેલ બલાજના પાડામાંના એક જ ઘરના બે દસ્તાવેજો 185 છે. જે ‘ય’ આજે આપણને આજના “ઘ' માં રહી ગયેલો માલૂમ પડે છે. લિપિગત આ વિશિષ્ટતા નોંધવા જેવી છે. (૧) સં.૧૭૧૦ (ઇ.સ. ૧૬૫૩)નો અમદાવાદની હાજા પટેલની પોળનો ઘરના વેચાણનો દસ્તાવેજ પ્રસ્તુત દસ્તાવેજો મને સંવેગીના ઉપાશ્રયમાંથી વાંચવા મળ્યા છે, એ બદલ હું સંવેગીના ઉપાશ્રયના ટ્રસ્ટીઓ તથા કર્મચારીઓનો આભાર માનું છું. સં.૧૭૧૦નો આ દસ્તાવેજ કાપડ પર છે અને તેની શરૂઆતનો જમણા ખૂણાનો ભાગ કપાઈ ગયો છે. એમાં મત અને સાક્ષી સિવાયના મૂળ પાઠમાં કુલ ૮૨ લીટીઓ છે. પ્રારંભની ત્રણ લીટીઓનો શબ્દો તેમાં જતા રહ્યા છે. આમ છતાં, અન્ય એ જ પોળના તથા સમયના દસ્તાવેજોની રીતિ જોઈને અનુમાન કરીને મૂકી શકાયા ત્યાં ખૂટતા શબ્દો ચોરસ કૌંસમાં મૂક્યા છે. વળી, આ જ રીતે નીચેના ભાગે પણ દસ્તાવેજ ફાટેલ છે પણ “સાખનું લખાણ ગયું નથી. સછિદ્ર હોવાથી, ક્યાંક લખાણ ઉકેલવું મુશ્કેલ કે દુર્બોધ બન્યું છે. વચ્ચે બે સ્થાને-૩૫ અને ૬૩મી લીટીમાં–શાહીનો ડબકો પડ્યો હોય તેવો ડાઘ હોવાથી, વર્ણો અવાચ્ય રહ્યા છે. ૬૩મી લીટીમાં પૂર્વાપર સંબંધે, અનુમાનિત શબ્દો ચોરસ કૌંસ [ ] માં મૂક્યા છે. “મતુ માં બે સદી પછીનો ભાગ ફાટી ગયો છે. એમાં લખાણ ગયું હશે કે નહિ તેની ખબર પડતી નથી પણ “સાખ'માં નો છેવાડાનો થોડો ભાગ કપાયો છે પણ લખાણ અકબંધ છે. સાક્ષીઓની સંખ્યા સારી એવી છે. તેની લંબાઈ ૨૭” જેટલી છે. આ દસ્તાવેજનું માપ ૮૦” X ૯ ૩” છે. દસ્તાવેજની લિપિ દેવનાગરી છે. ભાષા મધ્યકાલીન ગુજરાતી, સંસ્કૃત મિશ્રિત છે. “પ” અહીં ખ” ના અર્થમાં પ્રયોજાયેલ છે. “લ” અને “ણ' આજની ગુજરાતી પેઠે લખાયા છે. હૃસ્વ ઈ માટે “’ દીર્ઘ છું માટે દેવનગરી રૂ ને દીર્ઘમાત્રા લગાવી ફી કરી છે. મો માટે ૩ ને જ કાનો તથા માત્રા લગાવેલ છે પણ વચ્ચે જોડતી રેખા નથી. (દા.ત. ) ત્રિપાંખિયો નું ચલણ છે. વ્યંજનને ઉકારાન્તની જોડવાની રીતિ અલગ છે. વ્યંજનની નીચે સ્વર ૩ લગાડેલ છે. (દા.ત.ડું = ૩) અંકો દેવનાગરી– ગુજરાતી મિશ્રપણે લખાયા છે. (દા.ત. રૂ ૫૧) દસ્તાવેજના અક્ષરો સ્થૂલ કદના, શુદ્ધ અને સુવાચ્ય છે. સારવ અને “મા” માં શિરોરેખાવાળી ગુજરાતી છે અને અક્ષરો અત્યંત ગરબડિયા છે જેથી ઘણે સ્થાને અવાચ્ય છે. એમાં જેવો અક્ષર જણાયો તેવો લખ્યો છે. સારાંશ પ્રથમ ૧ થી ૪ લીટીની વિગતો જોતાં, દસ્તાવેજની શકસંવત ૧૫૭૫ હોવાથી, એના ઉપરથી વિક્રમ સંવત કાઢતાં તે વિ.સં. ૧૭૧૦ માં પોષ વદમાં લખાયો છે. “તિથિ'ના સ્થાને કાપડ ફાટેલું છે. સંવત આષાઢાદ છે. વાર રવિ છે. અમદાવાદના ઘરવેચાણનું ખત હોવાનું જણાવ્યું છે. લીટી પ થી ૨૨ માં તે સમયના શાસકના ગુણસૂચક વિશેષણો તથા નામ આપેલ છે. આ સમયે દિલ્હીના સાંહાનાવાદમાં અબુઅલ મુજફર શાહાબદીન મહિમ્મદ સાહિબ કિરાંનસાંની શાહિસ્યાંહાં

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212