Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 187
________________ Vol. XXXIII, 2010 ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ભારતીય સભ્યતાનો પુરુષાર્થ : રક્ષણ, ... 181 બચાવી લેવાની કે તેનું જતન કરવાની ઉમ્મીદ રાખવી સદન્તર વ્યર્થ છે. પરમ્પરાઓને પોતાના જાગ્રતા સાક્ષાત જીવનથી અલગ કરી દઈને, વિચ્છિન્ન કરી દઈને ન તો તેને બચાવી શકાય છે કે ન તો તેને ચુત કે દોષરહિત રાખી શકાય છે. તેની સાચી સંભાળ ત્યારે જ શક્ય બને છે જયારે તે તેનું અધ્યયન અને સંશોધન કરવાવાળાઓના સક્રિય બુદ્ધિજીવનનું સાક્ષાત જીવંત અંગ બની શકે. આનો અર્થ એ છે કે તેનું અવિરત, આલોચનાપૂર્ણ અનુશીલન થતું રહે; તે આપણા જીવંત સંવાદમાં સામેલ થાય અને આપણા જીવંત અનુભવોના પ્રકાશમાં તેની પરખ થાય. તેનું સંશોધન પરિમાર્જન થતું રહે. સાથે સાથે જે દિશાઓમાં વિકાસ આપણે ઈચ્છિએ છીએ, તેના સંદર્ભમાં પણ તે આપણી પથપ્રદર્શક બને. ' અર્થાત્ જેને આપણે જાળવણી અથવા “મેન્ટેનન્સ' કહીએ છીએ તેની પ્રક્રિયા પુનર્નવીકરણથી અલગ કરી શકતી નથી. અને પુનર્નવીકરણને પણ એ જ રીતે વિકાસના પ્રશ્નથી અલગ કરીને જોઈ શકાય નહી. આ ત્રણેય બાબતો એક જ ક્રિયાના ત્રણ પાસાં છે : અર્થાત્ જે પણ આપણને મળ્યું છે, જે આપણી વિરાસત છે, તેની સાથે જીવંત આદાન-પ્રદાનનો સંબંધ અને એ વિરાસતમાં તેને રૂપાંતરિત કરવાની સહજ તત્પરતા – એવી આત્મ ચેતનાની સાથે કે જે આલોચનાપૂર્ણ પણ હશે, ગુણસ્વીકારી પણ હશે અને સર્જનશીલ પણ હશે. આ ત્રણેય એક સાથે જ હશે. આ ત્રણે આયામ એટલા બધા પરસ્પરથી જોડાયેલા હોવા છતાં આપણી પ્રવૃત્તિ તેમને અલગ કરવાની જ છે. ગ્રહણ કરવાવાળી અને નિર્ણય કરવાવાળી આત્મચેતનાનો અર્થ જ થાય છે – તે નિર્ણયનો એક બાજુ આપણી ભાવનાઓ પર પ્રભાવ પડવો, અને બીજી તરફ સમ્યફ કર્મની દિશામાં આપણને પ્રેરિત કરવા. તો આવું જ સભ્યતાના અતીતની આપણી સમજની સાથે પણ હોવું જોઈએ. પરમ્પરાને યથાવત્, જેવી તે છે અથવા હતી – માનવી એક નરી ભ્રાંતિ છે જે એ તથ્યથી પોષિત છે કે આપણને એવો ભ્રમ છે કે આપણે તેની રક્ષાને સુનિશ્ચિત કરવાના કામમાં સંલગ્ન છીએ- તેને યથાવત્ અતીતના જેવી શુદ્ધતામાં કાયમ રાખીને. આખરે એક જીવીત વસ્તુ એક મૃત વસ્તુથી કઈ રીતે અલગ હોય છે? જેવી રીતે મૃત વસ્તુને આપણે કેટલાક લક્ષણોના આધારે ઓળખીએ છીએ, તેવી રીતે જીવીત વસ્તુને આપણે ક્યારેય ન ઓળખી શકીએ. તેને આપણે કેવળ તેના ઉદ્દેશ્યો અથવા પુરુષાર્થો અથવા અદમ્ય ઈચ્છાઓની પદાવલીમાંજ ગ્રહણ કરી શકીએ. તે કઈ રીતે ચરિતાર્થ થવાની કોશિશ કરે છે અને પોતાનામાં કઈ અભિપ્સાઓને સાકાર કરવાની તેની અંદરની માંગ છે. આ રીતે તેનું હોવું' તેના થતાં રહેવાની અથવા તો પરિણમનની પ્રક્રિયામાં જ સમાવિષ્ટ છે. - આ પરિણમન, જે ક્યારેય સમાપ્ત ન થવા વાળી પ્રક્રિયા છે. જો કોઈ વસ્તુ નિરંતર જીવીત રહેતી આવી છે, તો તે અન્તર્વિવશ છે તે આદર્શને ચરિતાર્થ કરવા માટે, જેનું તે સંજ્ઞાન હોય છે. ભારતીય પરમ્પરા જેને “પુરુષાર્થ' કહીને ઓળખાવે છે, તેનો આજ અર્થ છે, જોકે તેને આ રીતે સમજવામાં અને સમાજાવવામાં આવેલ નથી. એટલા માટે જ હું ભારતના અતીતને ફરીથી જીવંત બનાવવા માટેની ત્રેવડી રણનીતિનો પ્રસ્તાવ કરવા ઈચ્છું છું. તેનું પ્રથમ ડગલું હશે તેના પ્રતિ સચેતન કે જાગ્રત થવું. પરંતુ, જેમ કે મેં હમણાં જ કહ્યું એમ – કોઈ જીવીત વસ્તુના વિષયમાં જાગ્રત થવું એટલે તેની અભિપ્સાઓના વિષયમાં સચેતન થવું તે છે. અને આ અભિપ્સા, આ ખોજ અનેક દિશાઓ અપનાવી શકે છે, કેટલાયે રૂપો

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212