Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 185
________________ Vol. XXXIII, 2010 ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ભારતીય સભ્યતાનો પુરુષાર્થ : રક્ષણ, .. 179 જ્ઞાનને પ્રકટ કરવાના મામલે અત્યંત ગોપનીયતા વર્તે છે, ભારત બીજા દેશો માટે ઈર્ષાનો વિષય બની ગયું છે. એટલું જ નહીં, ગાંધીનો વારસો પણ નાશ પામ્યો છે એવું કદાપી નહી કહી શકાય. આ સંદર્ભમાં પહેલાં વિનોબાએ, ત્યારપછી જયપ્રકાશ નારાયણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રયોગો કર્યા છે. એ સત્ય છે કે તેમના પ્રયોગો સફળ ન થયા, તો પણ એ હકીકત છે કે તે અજમાવવામાં આવ્યા. અર્થાત્ ગાંધીજીને લોકો ભૂલ્યા નથી. સહસ્ત્રાબ્દીયોથી ચાલી આવેલી આપણી સભ્યતાની કથા કહેવાનો ઉદેશ એ જ છે કે હવે આ ત્રીજી સહસ્ત્રાબ્દીમાં પ્રવેશ કરતાં પૂર્વે આપણે એક વાર પાછળ વળીને જોઈ લેવું જોઈએ અને આપણી સભ્યતાની આ સુદીર્ધ યાત્રાની સમગ્ર ઝલક મેળવી લેવી જોઈએ કે ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. આમ કરવાથી આપણામાં ભૂતકાળમાંથી પ્રોત્સાહન અને સંકલ્પસાહસ મેળવીને ભવિષ્યમાં સંક્રમણ કરવાનો વિશ્વાસ જાગશે. આ નવી સહસ્ત્રાબ્દીમાં પ્રવેશની સાથે જ, આ પુનર્મુલ્યાંકનની અનિવાર્યતા માટેનો એક તર્ક એ છે કે છેલ્લા દોઢસો વર્ષોમાં કંઈક એવું બન્યું છે કે આપણે આ ભારતીય સભ્યતાના જ્ઞાનાત્મક અતીતની સ્મૃતિથી કપાઈ ગયા છીએ, એ સ્મૃતિથી કે જે આત્મચેતનાના સ્તર ઉપર, આ સભ્યતાના હોવાની, એના અસ્તિત્વની પાયાની શરત છે. ઈ.સ. ૧૮૫૭માં અંગ્રેજોએ ભારતમાં પોતાના વિશ્વવિદ્યાલયો સ્થાપ્યા. ત્યાર પછી તે પૂરની જેમ ફેલાતા રહ્યા અને તેમણે હિન્દુસ્તાનમાં એક નવો જ વર્ગ ઉછેર્યો છે. આ વર્ગમાં આપણે બધા આવીએ છીએ - જે પોતના દેશ અને એના લાંબા ભૂતકાળથી ઘણું વધારે પશ્ચિમના વિષયમાં જાણે છે. જ્ઞાનના તમામ ક્ષેત્રોમાં આપણે એ જાણીએ છીએ જે પશ્ચિમે ઉપજાવ્યું છે. યુનાનિઓના સમયની માંડીને આજ સુધી. કારણકે આપણી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં - જ્યાં આપણા હૃદય અને દિમાગનું ઘડતર થાય છે – આ જ શીખવામાં આવે છે. આ રીતે એક એવી માનસિકતાનું નિર્માણ થયું છે કે જેમાં પ્રત્યેક ભારતીય અંદરથી એ માનીને ચાલે છે કે બધા જ જ્ઞાનનું મૂળ પશ્ચિમમાં છે. અને ભારતીય સભ્યતાનો અથવા તો કોઈપણ અન્ય પશ્ચિમેત્તર સભ્યતાનો ભૂતકાળનો વારસો એ દૃષ્ટિથી શૂન્ય છે કે એનું વિશ્વ-સભ્યતામાં કોઈ યોગદાન છે. અને આપણે ત્યાં જે કંઈ છે જેમાં આપણે થોડી ઘણી ઉમ્મીદ રાખી શકીએ તો તે છે માત્ર અધ્યાત્મ, ધર્મ અથવા ડહાપણ (wisdom). જે નામે કહીએ તે. આપણી સભ્યતાનો આ સર્વગ્રાસી સ્મૃતિભ્રંશ આપણી અંદર એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યો છે કે આપણામાંથી મોટાભાગના એ હકીકતથી જરાપણ અવગત નથી કે આપણે આપણા ઈતિહાસના હજારો વર્ષો દરમ્યાન આ બધા જ જ્ઞાનાત્મક અભિયાનોમાંથી પસાર થઈ ચૂક્યા છીએ અને એમાંથી પસાર થઈ ને જ અહીં સુધી પહોંચ્યા છીએ. આપણી આ સ્મૃતિભ્રંશ દુર્દશાની અવસ્થા એ શિજ્ઞણ પદ્ધતિની દેન છે જેને અંગ્રેજોએ આ દેશમાં વાવી અને જેની પરિણતિ એક ભયંકર રંગભેદ જેવી પૃથકતામાં થઈ છે. એક તરફ એવા લોકો છે જે આજે પણ કોઈપણ રીતે જ્ઞાનની પરંપરાગત પદ્ધતિઓને વળગી રહ્યા છે, તો બીજી તરફ એ લોકો કે જેઓ આ વિષયોનું તે પદ્ધતિથી અધ્યયન કરે છે જેને “મોડર્ન : આધુનિક કહેવાય છે. આ બે વર્ગો વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ કે સમ્પષણની સંભાવના જ બચી નથી. કેમ કે આ મોડર્ન : આધુનિકો જ દેશના વાસ્તવિક સત્તાધારી અગ્રવર્ગના

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212