Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ 182 દિલીપ ચારણ SAMBODHI ધારણ કરી શકે છે. જાગૃત થવાનો અર્થ છે. તેની અવધારણાઓ, જિજ્ઞાસાઓ, સમસ્યાઓ અને વિચારો પ્રતિ જાગ્રત થવું. જેમનો અતિતમાં સામનો કરવામાં આવ્યો, અનુસરણ કરવામાં આવ્યું અને જેને પુનઃ સૂત્રબદ્ધ કરવામાં આવ્યા. આ એટલા માટે કે આ બધું તે વિશેષ સંદર્ભમાં બન્યું જેમાં તે પોતાના ઉદ્ભવની પ્રક્રિયાઓ દ્વારા જ બંધાયેલુ રહ્યું હતું, એટલે જ તેનું એક વિશેષીકૃત રૂઢ થઈ ચૂકેલું રૂપ છે જેનાથી તેને મુકત કરાવવું જરૂરી છે. આ દ્વારા તેનામાં જે કંઈ ખરેખર સાર્વભૌમ છે, તેને સ્વાયત્ત કરી શકાય. અને આપણા નવા જીવનસંદર્ભમાં તેને ચરિતાર્થ કરી શકાય, જે સાંપ્રતમાં આપણે જીવી રહ્યા છીએ. આ સ્વાયત્તીકરણ, સમજવાનો આ ઉપક્રમ, તેને એક પુરુષાર્થની જેમ આપણા માટે પ્રસ્તુત કરે છે. અર્થાત્ એવાં નવાં-નવાં જીવંત રૂપોમાં તે પોતાને ઉદઘાટિત અને ચરિતાર્થ કરાવના પડકારો આપણી સમક્ષ રજૂ કરે છે. પોતાના સ્વભાવથી જ કોઈ આદર્શ અથવા પુરુષાર્થ ક્યારેય પણ આ લોકમાં પોતાની સંભાવનાઓને શત પ્રતિશત ચરિતાર્થ નથી કરી શકતો, એટલા માટે જ તો તે આદર્શ છે અને તેથી જ તે વરેણ્ય છે. એક વિપુલ અને વિરાટ સભ્યતાની ધરોહર – જેવી કે આપણી સભ્યતા રહી છે - આ રીત એક અસમાપ્ત કાર્યની જેમ હોય છે, જેને અતીતની પેઢીઓ તરફથી સોંપવામાં આવેલા દાયિત્વની જેમ આપણે અનુભવવી જોઈએ. એવી ધરોહર, જેના પ્રતિ આપણે ઋણી હોવાનો અનુભવ કરીએ છીએ – એ સર્વ સમૃદ્ધિ માટે જે આપણા માટે તે છોડી ગઈ છે. જે તેણે હજુ અધુરા કાર્યની જેમ આપણા પુરુષાર્થ માટે છોડ્યું છે. આપણી યોગ્યતા અનુસાર, આપણી અત્તદષ્ટિઓ અનુસાર, વર્તમાનમાં પરિસ્થિતિ એ છે કે જયાં આપણે કેવળ એક, માત્ર એક સભ્યતા ધ્વારા ચોતરફથી ઘેરાય ગયા છીએ, આક્રેત છીએ. આપણા જેવી જ દુઃખદ વિડમ્બનાપૂર્ણ નિયતિ અન્ય સભ્યતાઓની પણ છે. સંભવ છે કે આગામી સહસ્ત્રાબ્દીમાં આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે સ્વયંને એ તમામ અન્ય સભ્યતાઓ પ્રતિ, તેમના પુરુષાર્થો પ્રતિ ખોલીએ અને એવો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આપણે સ્વયં આપણી સભ્યતાના અન્તર્નિહિત અને પ્રેરક પુરુષાર્થોને અન્ય સભ્યતાઓના પ્રકાશમાં રૂપાંતરિત, પરિવર્તિત – સંશોધિત કરી શકીએ અને આ જ ખુલ્લાપણામાં સ્વયંની આર-પાર સર્જનશીલ પણ બની રહી શકીએ. સંદર્ભ: १. प्रो. दया कृष्ण । 'तीसरी सहस्राब्दी में भारतीय सभ्यता के पुरुषार्थ : पुनर्नवीनीकरण और विकास की ન દ્વિશાપ / (સમ્યા. 'રો. (શ્રીમતી) યોગેશ ગુHI) / UGC Asihss Programme Dep. of Philosophy, University of Rajsthan & Literary Circle, Jaipur (2006). D D

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212