Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ 180 દિલીપ ચારણ SAMBODHI રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે અને તેઓ પોતાને જ આ સભ્યતાના એકમાત્ર પ્રતિનિધિ માને છે. આથી એક એવી વિચિત્ર અને અસંગતિઓથી ભરેલી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કે આ દેશનો સભ્યતાગત ભૂતકાળ, જેણે સ્વયં પોતાને પાંચ હજાર વર્ષો - અને એ પણ ઉથલ-પાથલથી ભરેલા વર્ષોમાં હંમેશા કાયમ અને સક્રિય રચનાશીલ રાખ્યો, તેની સામે આજે ઈતિહાસની આ ક્ષણે સંપૂર્ણ આત્મવિસ્મૃતિ અને પૂરી રીતે નષ્ટ થઈ જવાનો ભય ઉપસ્થિત છે. આ ભય પશ્ચિમના વિધ્વાનો દ્વારા પ્રવર્તાવેલ અને ભારતીયો ધ્વારા વગર વિચાર્યે અપનાવી લેવામાં આવેલા ઈન્ડોલોજીકલ દૃષ્ટિકોણથી વધારે વિકટ બન્યો છે. તે દૃષ્ટિકોણ અનુસાર આ સભ્યતાના બૌદ્ધિક અતીતને અભિલેખાગારો તથા પુસ્તકાલયોમાં સુરક્ષિત કરી લેવો જોઈએ જેવી રીતે પ્રાચીન મિસ્રમાં લોકો શબોને મમી બનાવીને દફનાવતા હતા.જેથી કરીને તે અભ્યાસ અને સંશોધનના માટે માત્ર યોગ્ય સામગ્રીની જેમ સુલભ બની શકે. આ રીતનો દૃષ્ટિકોણ ભારતીય અતીતને શબમાં ફેરવી દે છે અને તેને એક પિરામીડ જેવું જ બનાવી દે છે. શક્ય છે કે, ઘણાને આ પદ્ધતિ યોગ્ય લાગતી હોય, પરંતુ સાચી સમજણ એ કહે છે કે આ સભ્યતાને-પૂરાતન કાળથી જીવીત પ્રાણવાન સભ્યતાને-જાળવી રાખવાનો, તેની સાચવણીનો, આ યોગ્ય ઉપાય નથી. જે આ પદ્ધતિને અપનાવી રહ્યા છે, તે એ લોકો છે જે ભિન્ન ભિન્ન પ્રકારના કોશ તૈયાર કરે છે, હસ્ત લિખિત ગ્રંથોની શોધ કરે છે અને પછી તેને વાતાનુકૂલિત પુસ્તકાલયો – અભિલેખાગારોમાં લઈ આવે છે અને ક્યારેક ક્યારેક તેને સમ્પાદિત કરીને છપાવી દે છે. આ પ્રકારની ગતિવિધિઓ છેક ઈ.સ. ૧૭૮૪થી – જયારથી એશિયાટિક સોસાટી સ્થપાઈ – ત્યારથી ચાલી આવી છે. આ દેશમાં પણ અને વિદેશોમાં પણ, ઘણા બધા આપણા વિદ્વાન લોકો આ ગ્રંથોના અંગ્રેજીમાં અથવા ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં લાગેલા છે, બની શકે કે, તેમનો ઉદ્દેશ્ય નિર્દોષ હોય, તો પણ આ નિર્દોષ ઉદ્દેશોથી વિધ્વજનો અનુકૂળતાપૂર્વક ભૂલી જાય છે કે, ભારતીય સભ્યતાને પોતાના કોઈપણ ઉદ્યમને આ રીતે સાચવી રાખવાની મુસીબત જ્ઞાત ઈતિહાસના સમગ્ર ગાળા દરમ્યાન ક્યારેય આવી નથી. તેઓ એ ભૂલી જાય છે કે આ પ્રકારના સંરક્ષણાત્મક ઉપાયો જેટલા વધે છે તેટલું જ લોકોને પોતાના દેશની પરમ્પરાઓના જ્ઞાનનું વિસ્મરણ થતું જાય છે. મુશ્કેલી તો એ છે કે જેટલા પ્રમાણમાં આ પ્રાચીન ગ્રંથોનું મુદ્રણ કાર્ય વધતું જાય છે એટલાજ પ્રમાણમાં આપણી સંસ્કૃતિના સરળતમ પાઠોને શીખવા-સમજવાની આપણી ક્ષમતા ક્ષીણ થતી જાય છે. જયાં પાડુલિપીઓના સમજવાનો સવાલ છે ત્યાં તો એના વાંચવા સમજવાની વાત તો દૂર રહી તેને સુરક્ષિત રાખવા માટે જ પાન્ડ લિપી-વિજ્ઞાનના વિભાગો ખોલવા પડ્યા છે. આ સમગ્ર વસ્તુસ્થિતિ બધા જ જાણે છે. છતાં પણ જેને ભારતના અતિત સાથે થોડી પણ લેવા દેવા નથી, તેઓને આ મુશ્કેલીનો ઉકેલ અથવા તેની સુધારણાનો આના સિવાય અન્ય કોઈ ઉપાય નથી. સુજતો કે ગમે તે રીતે પરંતુ આ સંરક્ષણ વગેરેના કાર્યને જ વેગ આપાવમાં આવે અને સરકારી સંસ્થાન તેના માટે જેટલી બની શકે તેટલી વધુ ધનરાશી ઉપલબ્ધ કરે. આ વિડમ્બના પૂર્ણ કાર્યને પરમ્પરાનું સંરક્ષણ” કહેવામાં આવે છે. હું આગ્રહપૂર્વક એ વાત કહેવા માંગુ છું કે અતીતના સંરક્ષણની આ ધારણાનો પૂર્ણતઃ ત્યાગ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ દેશની અતીત પરમ્પરાને

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212