Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ 176 દિલીપ ચારણ SAMBODHI રીતે એવી અપેક્ષા રાખતો હતો કે તેઓ તેને એ બધું ઉત્સાહપૂર્વક બતાવવા તૈયાર થશે જે એ તેમની પાસેથી જાણવા માંગતો હતો? વાસ્તવમાં તો ખુદ અલબેનીએ એવી વાત કહી છે કે જે કોઈપણને આઘાત પહોંચાડવા અને તેની આંખો ખોલી નાખવા પર્યાપ્ત છે. તે એ છે કે સિવાય એ લોકોને કે જે કોઈપણ રીતે ભાગી નીકળ્યા- અમારી પહોંચથી બહાર– અમે જે પણ અમારા હાથમાં સપડાયા એ બધાનો નાશ કરી દીધો છે. આ જ શબ્દોમાં ભલે એ ન હોય, પરંતુ અર્થ તો ઘણું કરીને આવો જ છે. આમ, છતાં અલબેનીની ભારતયાત્રાનો એક બીજો આયામ પણ છે જેના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. તે અહીં મનીષિઓની શોધમાં આવ્યો ન હતો. પરંતુ ગણિત, ખગોળ, ઔષધ-વિજ્ઞાન અને એના જેવા વ્યવહારિક ઉપયોગના જ્ઞાન-વિજ્ઞાનની શોધ કરવા આવ્યો હતો જેના માટે ભારત તે સમયના વિશ્વમાં ખાસુ પ્રખ્યાત બનવા લાગ્યું હતું. આરબ લોકો ઉપર યુનાની વિદ્ધતાનો પ્રભાવ બધા જાણે છે પરંતુ ભારતીય વિદ્વતાએ અરબી દુનિયામાં જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને કટલ અને કઈ રીતે પ્રભાવિત કર્યો, એની બહુ જ ઓછી વાત કરવામાં આવે છે. અરબી આંકડાઓની વાત અવશ્ય કરવામાં આવે છે. જે ભારત પાસેથી લેવામાં આવ્યા હતા. પરંતુ એના પછી... જાણે કે વાર્તા પૂરી થઈ ગઈ છે. એવી જ રીતે ભારત ઉપર અરબી વિદ્વતાની અસર અંગે પણ કોઈ ચર્ચા કરતું નથી. ઈતિહાસકારોની રૂચિ તો લાગે છે કે યુદ્ધો અને વિનાશોનાં વર્ણનમાં રહેલી છે. હિંદુ-મુસ્લિમ સંઘર્ષની શબ્દાવલીમાં કથા કહેવામાં રહેલી છે. - ભલેને એ જાણેલી અને માનેલી હકીકત હોય કે ભારતમાં જ મુસલમાન શાસકોની વચ્ચે આપસમાં યુદ્ધો લડાયા છે, જેવી રીતે હિંદુ રાજાઓની વચ્ચે લડાતા હતા. ઈસુના પછીની બીજી સહસ્ત્રાબ્દીની કથાને ઘણી રીતે જોઈ શકાય એમ છે. પરંતુ આનું ભારપૂર્વક નિરૂપણ કરવું જરૂરી છે કે ન કેવળ સોમનાથના મંદિરનો નાશ કર્યા પછી તરત જ એનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ આ ઘટનાની પછી ઘણા સમયે ઓરિસ્સા અને મધ્યપ્રદેશના વિખ્યાત મંદિર સમૂહોની રચના થઈ. ભુવનેશ્વર અને ખજુરાહોના ભવ્ય મંદિરો એ હકીકતનું જીવંત પ્રમાણ છે કે ગજનવીના વિનાશકારી આક્રમણોનો ઉત્તર ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં કોઈ ખાસ પ્રભાવ નથી પડ્યો અને જયાં પડ્યો છે ત્યાં પણ થોડા સમય પૂરતો જ. નાલન્દાની મહાન બૌદ્ધ વિદ્યાપીઠ બસો વર્ષ સુધી આગળ ફૂલી-ફાલી રહી જયાં સુધી બર્ણિયાર ખિલજીએ આવીને ન કેવળ વિશાળ વિસ્તારમાં ફેલાએલા તેના વિહારોને ધુળમાં મેળવી દીધા, પરંતુ એ સર્વ આચાર્યો અને વિરોની હત્યા કરી નાખી જે ત્યાં રહીને અધ્યાપન કરાવતા હતા. ઈતિહાસમાં ભાગ્યે જ આટલા બધા બુદ્ધિજીવીઓની આટલા ઓછા સમયમાં આટલી ઝડપથી અને આટલી આકસ્મિક કલેઆમ થઈ હશે. ભારતમાં બૌદ્ધદર્શને આ ભયંકર વિનાશલીલા પછી ટકી ન શક્યું. કારણકે આ તારીખ પછી (૧૨૦૦ એ.ડી.) કોઈ બોદ્ધ વિચારક થયાનું જણાતું નથી. ૧૦૦૦ એ.ડી. અને ૧૨૦૦ એ.ડી. ની વચ્ચેના બસો વર્ષોમાં એ ઘણી સંખ્યામાં વિદ્યમાન હતા. વસ્તુતઃ આ સમય દરમ્યાન તેમની સંખ્યા વેદાંન્તિઓથી પણ ઘણી વધારે હતી. આ શંકરાચાર્યના સમયથી ઘણી પાછળની વાત છે જેને આઠમી સદીમાં જ ભારતમાંથી બૌદ્ધદર્શનને જડમૂળથી ઉખેડી નાખવાનું શ્રેય આપવામાં આવે છે. વિચિત્ર હકીકતતો એ પણ છે કે જૈનધર્મ પણ ૧૦૦૦ એ.ડી. પછી ઘણો જ ફૂલ્યો-ફાલ્યો જણાય છે અને જૈનદર્શનના વિદ્વાનોની સંખ્યા પણ વેદાંતીઓથી વધારે હતી. અદ્વૈત વેદાંતીઓને જે પડકાર પ્રાપ્ત થયા તે એક બીજી જગ્યાએથી પ્રાપ્ત થયા છે. યમુનાચાર્યથી

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212