Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ Vol. XXXIII, 2010 ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ભારતીય સભ્યતાનો પુરુષાર્થ : રક્ષણ, ... 175 બીજી સભ્યતા સુધી સંક્રમણ થયું. ભારતીય સભ્યતાનો ફારસી સભ્યતાની સાથે, અથવા જરથુસ્ત્ર ધર્મ અને દર્શનની સાથેનો સંબંધ તો સર્વ જાણે જ છે. ઈસવીસન પૂર્વેની પ્રથમ સહસ્ત્રાબ્ધિના ઉત્તરાર્ધની તથા ઈસુના પછીની પ્રથમ સહસ્ત્રાબ્ધિની ગાથા હવે લખવાની છે. જે ચિત્ર અત્યારે પ્રચલિત છે – ઓછામાં ઓછું દર્શનના ક્ષેત્રમાં તે સંપૂર્ણપણે અસત્ય અને ભ્રામક જણાઈ આવે છે, કેમ કે તે બૌદ્ધ ચિંતકોના તાત્કાલિન પ્રભાવને ઘણો જ ઘટાડીને દર્શાવે છે. આ વિષય પર જે કંઈ લખાણ મળે છે, તેનાથી આપણા ઉપર એવી છાપ પડે છે કે આ સમગ્ર કાળ ઔપનિષદિક વેદાંત દર્શનની ધારાથી સિંચાયેલ છે. પરંતુ આઠમી શતાબ્દિમાં શંકરાચાર્યની પહેલાં બ્રહ્મસૂત્રો પર કોઈપણ ભાષ્યની સંપૂર્ણ ગેરહાજરી કંઈક બીજુ જ દર્શાવે છે. આવી જ હાલત વેદોની પણ છે. જેના વિષયમાં યાસ્કના નિરુક્ત પછી સાતમી આઠમી સદી સુધી કોઈ ગ્રંથ લખેલો મળતો નથી, જયારે કે વલ્લભી રાજયની અંદર પહેલીવાર એના પર સીધું કામ કરવામાં આવ્યું. વૈદિક અધ્યયનનો વાસ્તવિક પુનર્જન્મ કેવળ વિજયનગરના સામ્રાજ્યમાં જ શક્ય બન્યો જે ચૌદમી સદી પછી ફૂલ્ય ફાલ્યુ હતું. એ સત્ય છે કે આપણી પાસે મીમાંસાસૂત્ર, શબરભાષ્ય, કુમારિલ અને પ્રભાકરની સુપ્રસિદ્ધ કૃતિઓ વિદ્યમાન છે, પરંતુ આ કૃતિઓ સીધેસીધી વૈદિક પાઠો સાથે જોડાયેલી નથી. હકીકત એ છે કે ભારતીય દર્શનની તથાકથિત “ઓર્થોડોક્સ” પરંપરાઓની અંતર્ગત રચાયેલી સમગ્ર દાર્શનિક કૃતિઓને ભેગી કરીએ તો પણ તેનું યોગદાન બૌદ્ધદર્શનના ગ્રંથોની સંખ્યાથી અડધા સુધી પણ ભાગ્યે જ પહોંચી શકશે. પરંતુ દર્શન તે સહસ્ત્રાબ્દીમાં સર્જિત ભારતીય સભ્યતાના વિશાળ સાહિત્ય સર્જનનો એક ભાગ માત્ર છે. આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે એ સહસ્ત્રાદીના અંતમાં આપણા મહાન ચિંતકોમાંના એક ચિંતક થઈ ગયા જે સ્વયંને આધુનિક કહેતા હતા, તેમણે જાગ્રત પણે જ પોતાને તેમના પૂર્વવર્તી આચાર્યોથી અલગ કર્યા હતા. આ ચિંતકનું નામ ઉદયન હતું. એક મહાન દાર્શનિક, જે દસમી સદીની આસપાસ સક્રિય હતા. નિઃસંદેહ, એ સહસ્ત્રાબ્દિનો અંત મહમૂદ ગજનવીએ વારંવાર એક પછી એક કરેલા આક્રમણોથી થાય છે. સોમાનાથ મંદિરની એના દ્વારા ધ્વંસ થયાની કથા તે સમયના ઈતિહાસના લેખકોએ ખૂબ જ વર્ણવી છે. સોમનાથના ધ્વસની સમકક્ષ બૌદ્ધિક ઘટનાના રૂપમાં અલબેનીના ભારતયાત્રા વૃતાંતની પણ ખૂબ જ ચર્ચા થઈ છે જેમાં અલબેનીએ ભારતીય વિદ્વાનોની આત્મ-તુષ્ટ અને સંગોપનશીલ માનસિકતાની આલોચના કરી છે, અને કહ્યું છે કે ભારતના લોકોમાં બહારની સભ્યતાઓ કે અન્ય દેશોની જ્ઞાન સમ્મદા માટે કોઈ જિજ્ઞાસા નથી. અલબેનીના વકતવ્યને એટલું મહત્વ આપવામાં આવ્યું કે તેને વિશ્વભરમાં બ્રાહ્મણ બુદ્ધિજીવીઓના ચરિત્રનું પ્રામાણિક ચિત્ર માની લેવામાં આવ્યું છે; પરંતુ અહીં એ હકીકતને ખૂબ જ આસાનીથી ભૂલી જવામાં આવી છે કે આ એ વ્યક્તિનું વકતવ્ય છે જે વિજેતા મહમુદ ગજનવીની સાથે ભારત આવ્યો હતો, જેને ભારતની ધર્મપરાયણ સંસ્કૃતિ પ્રત્યે ધૃણા હતી. જે એ સર્વનો નિરંકુશ ઢંગથી નાશ કરવામાં લાગ્યો હતો જે ભારતના લોકો માટે દિવ્ય અને પાવન હતું. આવી પરિસ્થિતિમાં અલબેની એ લોકો પાસેથી કેવી

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212