Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 167
________________ Vol. XXXIII, 2010 વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા.. 161 શબ્દતત્ત્વની શક્તિઓમાં કાલ શક્તિ વિશેષ નોંધ માગી લે છે, અને ભર્તુહરિએ પણ એક આખો સમુદેશ-વિભાગ કાલની વિચારણાને આપ્યો છે. બ્રહ્મ-શબ્દતત્ત્વની સૌથી વધુ મહત્ત્વની એ શક્તિ છે. ભર્તુહરિ “કાલ' વિશેની અન્ય વિચારસરણિઓનો પણ ઉલ્લેખ કરે છે. આપણે એમાં નહીં જઈએ. આપણે કેવળ, ભર્તૃહરિના પોતાના “કાલ' વિશેના વિચારોને જોઈશું જે અદ્વૈત વેદાન્તની છાંટવાળા અથવા તો, અદ્વૈત વેદાન્તી જ છે. ભર્તુહરિના મત પ્રમાણે કાલ એ બ્રહ્મની કર્તૃશક્તિ છે. વૃત્તિ તેને સ્વાતંત્ર્ય' કહે છે. વાતારન સ્વાતચેન એમ હેલારાજ કહે છે. હેલારાજના મંતવ્ય પ્રમાણે તાક્યા स्वातन्त्र्यशक्तिर्बह्मण इति तत्रभवद्भर्तृहरेरभिप्रायः । શક્તિ અને શક્તિ ધારણ કરનાર વચ્ચે આમ તો કોઈ ભેદ છે નહીં એટલે “કાલ” એ જ બ્રહ્મ છે અથવા “કાલ” એ બ્રહ્મનું અતિ મહત્ત્વનું પાસું છે. વિશ્વમાં કોઈ પણ પદાર્થનાં જન્મ, સ્થિતિ અને લય માટે “કાલ’ જવાબદાર છે. દરેક વસ્તુનાં પોતાનાં ઉપાદાન અને નિમિત્ત કારણો હોય છે. પણ છેવટે, આ “કાલ' પર આધારિત છે, આમ “કાલ'એ સહકારિકારણ છે. સર્વેષાં હિ વિIRTri कारणान्तरेष्वप्यपेक्षावतां प्रतिबन्धजन्मनामभ्यनुज्ञया सहकारिकारणं कालः ।१७ કાલ'ને સૂત્રધાર કહેવામાં આવ્યો છે. तमस्य लोकयन्त्रस्य सूत्रधारं प्रचक्षते । પ્રતિવસ્થાગનુશાયાં તેને વિશ્વ, વિમતે I વા. ૫. ૩-ર-૪. . તેને જગતરૂપી યગ્નનો નિયામક કહે છે. અવરોધ અને અનુમતિ વડે તે વિશ્વનું નિયમન કરે છે. કાલ'ને કારણે ઘટના બને છે અથવા નથી બનતી. કેટલીક ઘટનાઓ અમુક સમયે થાય છે. અથવા નથી થતી. એક ઘટના અમુક સમયે બનતી હોય તો, એનો અર્થ એકે, “કાલ' તે ઘટનાના કારણની શક્તિને તે સમયે અસરકારક બનવા દે છે. આને ભર્તુહરિ “અભ્યનુજ્ઞા' (૩-૨-૪) કહે છે અને જો ન બનતી હોય તો, કાલ પોતાના “પ્રતિબન્ધ' (૩-૨-૪)થી અટકાવે છે. આ બે કાલનાં કાર્યોથી જગતમાં વ્યવસ્થા રહે છે. નહીં તો અંધાધૂંધી જ ફેલાય. જો બધી જ વસ્તુઓ એકી સાથે અસ્તિત્વમાં આવતી હોય તો-કાર્ય-કારણની શૃંખલા જ તૂટી જાય. “કાલ' સર્વનું નિમિત્ત કારણ છે. કાર્યો-ઘટનાઓ પદાર્થો જગતમાં થોડોક સમય ચાલુ રહે છે તે પણ “કાલ'ની ‘અભ્યનુજ્ઞા' શક્તિને કારણે. આ કાર્યો નાશ પામતાં હોય તો તે પણ “કાલ'ને કારણે. उत्पत्तौ च स्थितौ चैव विनाशे चापि तद्वताम् । નિમિત્ત નિમેવહુર્વિધનાત્મના ઉચ્ચતમ્ II વા. ૫. ૩-ર-૩ તે ઉત્પત્તિ વગેરે ક્રિયાઓવાળા ભાવોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ માટે જુદાં જુદાં સ્વરૂપે રહેલા કાલને જ કારણરૂપ કહ્યો છે. કાલની અસર સર્વ કાર્યોમાં જોઈ શકાય, એટલે એમ કહી શકાય કે, “કાલ' વિશ્વનું મૂળભૂત તત્ત્વ છે. જે કંઈ વસ્તુઓ ઉત્પન્ન થાય છે, વિનાશી છે એ કાલના નિયંત્રણમાં છે. જે અવિનાશી છે તે

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212