Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 168
________________ 162 વિજય પંડ્યા SAMBODHI કાલના નિયંત્રણમાં નથી “કાલ' કાલ એટલા માટે કહેવાય છે કે તે તિતિ કારણોમાંથી કાર્યને બહાર કાઢે છે, પ્રગટ કરે છે. જેવી રીતે જલયન્ઝઘટિકાને-રેટને મનુષ્ય પોતાના હાથથી ફેરવે છે તે પ્રમાણે બ્રહ્મ “કાલ'ની સહાયથી સર્વ ઘટનાઓમાં પરિવર્તન કરે છે. સર્વ પદાર્થો “કાલસૂત્રને વળગેલા છે. જેવી રીતે મોટાં પક્ષીઓને લલચાવવા, પકડવા માટે, નાનાં પક્ષીઓને નાનાં-મોટાં સૂત્રોથી બાંધવામાં આવે છે અને શિકારી પોતાનાં પક્ષીઓનાં ઉડ્ડયનને નિયંત્રણમાં રાખે છે. આ પ્રમાણે ભાવો કે પદાર્થો અસ્તિત્વમાં આવે છે, પોતાના કાર્યો કરે છે, પોતાનાં પ્રયોજનો સિદ્ધ થતાં, તેઓનો નાશ થાય છે. આ સર્વ “કાલ'થી થાય છે. प्रतिबद्धाश्च यास्तेन चित्रा विश्वस्य वृत्तयः । તા: પવ અનુનાનાતિ યથા તખ્તઃ શાન્તિ: | વા. ૫. ૩-૧-૧૫ વિશ્વની જુદી જુદી પ્રવૃત્તિઓ તેણે અટકાવી હતી. તેમને તે કાલ, દોરી જેમ પક્ષીઓને ઉડવા દે તેમ, અનુમતિ આપે છે. પદાર્થ કે ભાવ જો અસ્તિત્વમાં આવતો હોય તો તે “કાલ'ની અભ્યનુજ્ઞા શક્તિથી. स्थितः संयोगिभिर्भावैः स क्रियास्वनुगृह्यते । ઔષાં સત્તામનુઍ વૃત્તિર્જન્મવતાં મૃતા II વા. ૫. ૩-૧-૨ ઉત્પત્તિ પછી, સ્થિતિમાં રહેલા તે પદાર્થ તેના સહકારી પદાર્થો વડે (અર્થ) ક્રિયાઓમાં પ્રયોજાય છે તે સહકારી પદાર્થો)ના અસ્તિત્વને સ્વીકાર્યા વિના ઉત્પાદ્ય પદાર્થોની પ્રવૃત્તિ થતી નથી. જ્યારે પદાર્થો પોતાનાં પ્રયોજનો પાર પાડી શકતાં નથી તે પણ કાલની ‘પ્રતિબન્ધ શક્તિને કારણે. તે શક્તિ તેમ થતું અટકાવે છે. આ પ્રતિબન્ધ' પદાર્થને પોતાના સમય પહેલાં અસ્તિત્વમાં આવતો અટકાવે છે, અને સમય પૂરો થયા પછી ચાલુ રહેતો અટકાવે છે. અને તેના બીજા પાસામાં, તે નર - વૃદ્ધાવસ્થા તરીકે ઓળખાય છે. તે પદાર્થોની શક્તિને અસર કરે છે. પદાર્થોની અવનતિ થાય છે, ચેતન પદાર્થોની સમજશક્તિ નબળી પડે છે, અને અચેતન પદાર્થો ક્ષીણ કે નાશ પામે છે. જે સહાયકારી શક્તિઓ હતી તે પદાર્થોને કૃતજ્ઞ મિત્રોની જેમ ત્યજી દે છે, અને છેવટે પોતાના મૂળ સત્ત્વને છોડી દે છે. जराख्या कालशक्तिर्या शक्त्यन्तरविरोधिनः । સી $ પ્રતિવMાતિ ગાયને ૨ વિરોધન: | વા. ૫. ૩-૧૯-૨૪ બીજી શક્તિઓની વિરોધિની જરા નામે કાલશક્તિ છે. તે આવી બીજી શક્તિઓના કાર્યને રોકે છે, અને (પછી રોકી રાખેલી શક્તિઓની) વિરોધી (અવસ્થાઓ) ઉત્પન્ન થાય છે. “કાલથી લંબાઈ, દળ, વજન, ક્રિયા, સૂર્યની ગતિ, દિવસો, મહિનો, વર્ષો વગેરેનું માન થાય છે. મપાય છે. કાલ “ક્રમ' sequence માટે જવાબદાર છે. प्रतिबन्धानुज्ञाभ्यां वृत्तिर्या तस्य शाश्वती । તથા વિમળ્યમનો સૌ મનને #મરૂપતામ્ | વા. ૫. ૩-૯-૩૦

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212